Sushant Singh Case: સૂર્યદીપ ઝડપાયો, શોવિક સાથે મળી બનાવ્યો હતો આ પ્લાન; જાણો કોની કઇ ભૂમિકા

સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ્સ કાંડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે, આ કેસમાં, સૂર્યદીપ મલ્હોત્રાનું નામ ઝડપથી સામે આવી રહ્યું છે. જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રગ્સના કેસમાં 6 લોકોને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે, ત્યારે સૂર્યદીપે પોતાના પરના આક્ષેપોને નકારી દીધા છે.
Sushant Singh Case: સૂર્યદીપ ઝડપાયો, શોવિક સાથે મળી બનાવ્યો હતો આ પ્લાન; જાણો કોની કઇ ભૂમિકા

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ્સ કાંડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે, આ કેસમાં, સૂર્યદીપ મલ્હોત્રાનું નામ ઝડપથી સામે આવી રહ્યું છે. જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રગ્સના કેસમાં 6 લોકોને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે, ત્યારે સૂર્યદીપે પોતાના પરના આક્ષેપોને નકારી દીધા છે.

કોણ છે સૂર્યદીપ
સૂર્યદીપ ઘણી વખત સુશાંતના જૂના ઘર કેપરી હાઇટ અને પછી મોંટ બ્લેંક બિલ્ડિંગમાં જતો હતો. તે શોવિકની સાથે લગભગ દરેક જગ્યાએ હાજર રહેતો હતો. સૂર્યદીપ શોવિકને ઘણી હાઇ એન્ડ ડ્રગ પાર્ટીઓમાં લઈ ગયો. તે શોવિક સાથે અભ્યાસ કરે છે અને તેની સાથે મળીને એપ્રિલ 2020માં એક રેસ્ટોરન્ટ ખોલવાની યોજના હતી, જે લોકડાઉનને કારણે થઈ શક્યું નહીં. સૂર્યદીપે શોવિકને બાસીત અને કરમજીત સાથે પરિચય કરાવ્યો. આ પછી બાસીતે અબ્બાસ, કરણ અને ઝૈદની રજૂઆત કરી જ્યારે કરમજીત અંકુશ અને અનુજ સાથે જોડાયા. સૂર્યદિપના સંપર્કમાં બાન્દ્રાથી વર્સોવા સુધીના ઘણા યુવાન ડ્રગ પેડલર્સ હતા. સૂર્યદીપ અને શોવિક પણ બાન્દ્રા બોયઝ નામના વોટ્સએપ ગ્રુપમાં હતા.

તમને જણાવી દઈએ કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 6 લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાકીના 10 આરોપીઓમાંથી 3 આરોપીઓ (અબ્બાસ લાખાણી, કરણ અરોરા અને કૈઝાન) ને જામીન મળી ગયા છે જ્યારે 7 આરોપીઓ હજી ન્યાયિક કસ્ટડીમાં છે.

કોણ કોણ છે ન્યાયિક કસ્ટડીમાં
રિયા ચક્રવર્તી
શોવિક ચક્રવર્તી
સેમ્યુઅલ મિરાંડા
દીપેશ સાવંત
અનુજ કેશવાની
ઝૈદ વિલાત્રા
બાસિત પરિહાર

આ ઉપરાંત ગોવાથી અત્યાર સુધીમાં કુલ 2ની ધરપકડ કરી છે
ફયાઝ અહમદ
ક્રિસ કોસ્ટા

આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 6 આરોપીની ભૂમિકા

કરમજીતસિંહ આનંદ
ડ્રગ્સ સપ્લાયર. મુંબઇના બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની દુનિયામાં તેના સ્થાનિક ડિસ્ટ્રિબ્યુશન ચેનલ દ્વારા ડ્રગ્સ પહોંચાડવા માટે પ્રખ્યાત છે.

સંકેત પટેલ
કરમજીતસિંહ આનંદની ડિસ્ટ્રિબ્યૂશન ચેનનો ભાગ. કરમજીતના કહેવા પર સેલિબ્રિટીઓને ડ્રગ્સ પહોંચાડવાની જવાબદારી.

સંદીપ ગુપ્તા
ઓટો રીક્ષા ચાલકો, ડ્રગ્સના રિટેલ વેપારીને વીડ (ગંજા)નો જથ્થાબંધ જથ્થો સપ્લાય કરવો. ડ્વેન ફર્નાન્ડિઝ (ડ્રગ્સનો છૂટક વેપારી)ને પહોંચ્યાડ્યો વીડ (ગાંજા)નો જથ્થો.

આફતાબ ફતેહ અંસારી
ઓટો ડ્રાઈવર સંદીપ ગુપ્તાનો ભાગીદાર. સંદીપ માટે વીડ (ગંજા)નો જથ્થાબંધ જથ્થો મેળવવા અને તે પછી તે ડ્રગના છૂટક વેપારીઓને પહોંચાડવો.

ડ્વેન ફર્નાન્ડિઝ
મુંબઇમાં ડ્રગ્સના છૂટક વેપારી ઓછી માત્રામાં ડ્રગ્સનું વેચાણ કરે છે. મેરીઆઉના અને હશિશ સપ્લાયર, શોવિક ચક્રવર્તીના ભાગીદાર, સુશાંત માટે શોવિકની પાસે પહોંચાડતો હતો ડ્રગ્સ.

અંકુશ અરંજા
મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં કિચન ચલાવે છે. ડ્રગ્સનો સ્થાનિક ડિસ્ટ્રિબ્યુટર. સંકેત પટેલ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો અને મુંબઇના હાઇપ્રોફાઇલ લોકોને ચરસ, ગંજા, હશીશ અને એમડી જેવા ડ્રગ્સ પહોંચાડતો હતો. કરમજીત અને અનુજ કેશવાનીના નેટવર્કનો ભાગ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news