ડ્રગ્સ કેસઃ દીપિકા-સારા-શ્રદ્ધાની NCBએ કરી મેરાથોન પૂછપરછ, જાણો કોણે શું કહ્યું


શનિવારના દિવસે એનસીબીએ એક્શન મોડમાં કામ કરતા બોલીવુડની ત્રણ ટોપ અભિનેત્રીઓની મેરાથોન પૂછપરછ કરી હતી. ત્રણેય અભિનેત્રીઓની કલાકો સુધી પૂછપરછ ચાલી અને ઘણા પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા. 
 

ડ્રગ્સ કેસઃ દીપિકા-સારા-શ્રદ્ધાની NCBએ કરી મેરાથોન પૂછપરછ, જાણો કોણે શું કહ્યું

નવી દિલ્હીઃ શનિવારના દિવસે એનસીબીએ એક્શન મોડમાં કામ કરતા બોલીવુડની ત્રણ ટોપ અભિનેત્રીઓની મેરાથોન પૂછપરછ કરી હતી. ત્રણેય અભિનેત્રીઓની કલાકો સુધી પૂછપરછ ચાલી અને ઘણા પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા. એનસીબીએ સંપૂર્ણ તૈયારી કરીને ત્રણેયને બોલાવી હતી, તેવામાં તેના સવાલ પણ સીધા અને આકરા હતા. પરંતુ હવે જાણવા મળ્યું છે કે જેટલી તૈયારીની સાથે એનસીબી આવી હતી, એટલી તૈયારી સાથે દીપિકા, સારા અને શ્રદ્ધા પણ આવી હતી. જાણવા મળી રહ્યું છે કે ત્રણેયે ખુબ ગોળ-ગોળ જવાબ આપ્યા છે. આવો તમને વિસ્તારથી જણાવીએ કે ત્રણેયને ક્યા સવાલ પૂછવામાં આવ્યા અને તેણે શું જવાબ આપ્યા. 

દીપિકા પાદુકોણ
એનસીબીએ સૌથી પહેલા અભિનેત્રી દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. દીપિકાએ સાડા પાંચ કલાક સુધી સવાલોના જવાબ આપ્યા હતા. આ પૂછપરથની સૌથી મહત્વનું ડેવલોપમેન્ટ તે રહ્યું કે, દીપિકાએ સ્વીકારી લીધું કે જે ચેટમાં ડ્રગ્સની વાત થઈ હતી, તેનો તે પણ એક ભાગ હતી. આ તે ચેટ છે જે 2017મા થઈ હતી. ચેટમાં દીપિકા પાદુકોણે પોતાની મેનેજર કરિશ્મા સાથે ડ્રગ્સને લઈને વાત કરી હતી. તેણે પૂછ્યું હતું, 'માલ હૈ ક્યા.' હવે આ વિવાદને કારણે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, અને તેણે ચેટ પર મહોર લગાવી દીધી. પરંતુ ચોંકાવનારી વાત છે કે દીપિકાએ ખુદ ડ્રગ્સ લેવાની વાત કબૂલી નથી. તેવામાં તે ચેટમાં કેમ ડ્રગ્સ વિશે પૂછી રહી હતી, તે એક મોટો સવાલ છે. પૂછપરછ દરમિયાન એક સમયે તેવો પણ આવ્યો જ્યારે દીપિકા અને કરિશ્માને આમને-સામને બેસાડીને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. તે પણ જાણવા મળ્યું કે, એનસીબી દીપિકાના દરેક જવાબથી સંતુષ્ઠ નથી. 

શ્રદ્ધા કપૂર
અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પણ એનસીબીએ આજે લાંબી પૂછપરછ કરી હતી. 6 કલાકની પૂછપરછમાં સુશાંતથી લઈને ડ્રગ્સ વિવાદ સુધી, ઘણા મુદ્દા પર સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમ દીપિકાને એક ચેટના આધાર પર સમન્સ મોકલવામાં આવ્યું, શ્રદ્ધાની સાથે પણ આવું જ હતું. શ્રદ્ધા કપૂરે જયા સાહા સાથે વાત કરી હતી. તેણે જયા પાસે સીબીડી ઓઇલ મગાવ્યું હતું. હવે જ્યારે શ્રદ્ધાને આ સવાલ એનસીબીએ પૂછ્યો તો અભિનેત્રીએ ડ્રગ્સ લેવાથી ઈનકાર કર્યો, આ સિવાય તેણે ત્યાં સુધી દાવો કર્યો કે, સીબીડી ઓઇલ તેણે એક્સટર્નલ યૂઝ માટે મંગાવ્યું હતું. આ સિવાય શ્રદ્ધાએ સુશાંત સાથે પાર્ટી પણ અટેન્ડ કરી હતી. તેવામાં તે પાર્ટીને લઈને પણ પૂછપરછ દરમિયાન સવાલ કરવામાં આવ્યા હતા. તે સવાલ પર શ્રદ્ધાએ એટલું કહ્યું કે, તે છિછોરેની સક્સેસ પાર્ટી હતી. હવે દીપિકાની જેમ શ્રદ્ધાએ પણ ખુદ ડ્રગ્સ લેવાનો ઇનકાર કરી દીધો. 

Kangana Ranaut એ શેર કરી કાશી વિશ્વનાથ મંદિરની તસવીર, ફેન્સે કહ્યું- 'હર હર મહાદેવ'

સારા અલી ખાન
એનસીબીએ સારા અલી ખાનની પણ શનિવારે આશરે પાંચ કલાક પૂછપરછ કરી હતી. સારાને લઈને રિયા ચક્રવર્તીએ નિવેદન આપ્યું હતું કે તે સુશાંત સાથે ડ્રગ્સ લેતી હતી. તો સુશાંતના ફાર્મ હાઉસ પર જે વોચમેન હતો તેણે જણાવ્યું હતું કે સારા અલી ખાન, ન માત્ર અભિનેતાના ફાર્મ હાઉસ પર આવતી હતી, પરંતુ ત્યાં પર પાર્ટી કરતી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તે પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. આ પૂરાવાના આધાર પર એનસીબીએ સારાને સમન્સ મોકલ્યું હતું. પરંતુ પૂછપરછ દરમિયાન સારા અલી ખાને ડ્રગ્સ લેવાનો ઈનકાર કર્યો હતો. તેણે તે જરૂર કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતો હતો. આ સિવાય સારાએ માન્યું કે કેદારનાથની શૂટિંગ દરમિયાન તે સુશાંતની નજીક આવી હતી અને બંન્નેએ પાર્ટી કરી હતી. તે માને છે કે સુશાંત સાથે સ્મોકિંગ કરતી હતી. પરંતુ એનસીબી આ સમયે સારાના બધા જવાબોથી સંતુષ્ટ નથી. 

એનસીબીએ પૂછપરછ બાદ જણાવ્યું કે, હજુ બીજીવાર કોઈને સમન્સ મોકલવામાં આવશે. પરંતુ ત્રણેયને કોઈ ક્લીન ચિટ આપવામાં આવી નથી. હજુ જે જાણકારી હાસિલ થઈ છે, તે તેના આધાર પર બધા બિંદુઓને જોડવા જઈ રહ્યાં છે. એક મોટી જાણકારી સામે આવી છે કે  NCB SIT સોમવારે દિલ્હી માટે રવાના થઈ શકે છે. જાણકારી પ્રમાણે  NCB SIT ડીજીને પોતાનો તપાસ રિપોર્ટ સોંપી શકે છે. તો ખબર એવી પણ છે કે એનસીબીની નજર આ સમયે કેટલાક ડ્રગ પેડલર્સ પર છે. એનસીબી હજુ રિવર્ટ ઇન્વેસ્ટિગેશન પર ફોકસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news