કોરિયોગ્રાફર સંદીપ સોપારકરે લોન્ચ કર્યું SuperGirl નું ટીઝર, ઝી પ્રિમિયર થિયેટરમાં યોજાઇ ઇવેન્ટ

. સુપરગર્લના નામથી બનાવવામાં આવેલા આ મ્યૂઝિક વીડિયોને મહિલા બોક્સરને સમર્પિત કરી છે. મુંબઇના ઝી પ્રીમિયર થિયેટરમાં આ વીડિયો સોન્ગને લોન્ચ કરવામાં આવ્યું છે. આ અવસર પર ત્યાં ગીતના ડાયરેક્ટર હિમાંશુ ત્યાગી, સિંગર હુમા સઇદ સાથે બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સંદીપ સોપારકર હાજર રહ્યા હતા. 

કોરિયોગ્રાફર સંદીપ સોપારકરે લોન્ચ કર્યું SuperGirl નું ટીઝર, ઝી પ્રિમિયર થિયેટરમાં યોજાઇ ઇવેન્ટ

નવી દિલ્હી: બોલીવુડમાં હંમેશા મહિલાઓના સશક્તિકરણને લઇને ફિલ્મો અને કહાણીઓ બનતી રહે છે અને હવે તો આ તરફ ખૂબ ઓછું કામ થઇ રહ્યું છે. આ કડીમાં એક નવા વીડિયો આલ્બમનું નામ ઉમેરાઇ ગયું છે. સુપરગર્લના નામથી બનાવવામાં આવેલા આ મ્યૂઝિક વીડિયોને મહિલા બોક્સરને સમર્પિત કરી છે. મુંબઇના ઝી પ્રીમિયર થિયેટરમાં આ વીડિયો સોન્ગને લોન્ચ કરવામાં આવ્યું છે. આ અવસર પર ત્યાં ગીતના ડાયરેક્ટર હિમાંશુ ત્યાગી, સિંગર હુમા સઇદ સાથે બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સંદીપ સોપારકર હાજર રહ્યા હતા. 

કોરિયોગ્રાફર સંદીપે તેના વિશે જણાવ્યું કે સુપરગર્લ ગીતને જોયા બાદ સમાજનો દ્વષ્ટિકોણ છોકરા-છોકરીમાં ભેદભાવની ભાવનાને બદલમાં એક મોટી પહેલ બનશે. તો બીજી તરફ સંદીપે આ સારી વિચારધારા માટે ડાયરેક્ટર અને તેમની સમગ્ર ટીમના વખાણ કર્યા. ગીતના પ્રોડ્યુસર વિકાસ વશિષ્ઠનું કહેવું છે કે હું મારું મ્યૂઝિક લેબલ લોન્ચ કરવાનું વિચારી રહ્યો હતો અને આ દરમિયાન મારી મુલાકાત ગિરિશ નકોડ સાથે થઇ અને મળીને આ ગીતને રિલીઝ કરવાનો પ્લાન બનાવી લીધો. 

તમને જણાવી દઇએ કે સુપરગર્લ ગીત જેંડર ઇક્વાલિટીને વધારવા માટે બનાવવામાં આવ્યું છે જે સમાજમાં ફેલાયેલા ભેદભાવને ઓછો કરવામાં કામ કરશે. આ ગીતને દુનિયાભરની મહિલા બોક્સરને ટ્રિબ્યૂટ આપવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતની મહિલા બોક્સર મેરી કોમ તેનું ઉદાહરણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news