Bollywood ના 'અન્ના' ની Building Seal, જાણો અચાનક Sunil Shetty ના ત્યાં આવું કેમ થયું

મુંબઈમાં જ્યારે કોઈ સેલિબ્રિટીઝ વિવાદમાં અથવા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે, ત્યારે તંત્ર તેમનું ઘર અથવા ઓફિસ સિલ કરી કાર્યવાહી કરે છે. આવો જ એક કિસ્સો બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીને ત્યાં આવ્યો છે.

Bollywood ના 'અન્ના' ની Building Seal, જાણો અચાનક Sunil Shetty ના ત્યાં આવું કેમ થયું

મુંબઈઃ મુંબઈમાં જ્યારે કોઈ સેલિબ્રિટીઝ વિવાદમાં અથવા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે, ત્યારે તંત્ર તેમનું ઘર અથવા ઓફિસ સિલ કરી કાર્યવાહી કરે છે. આવો જ એક કિસ્સો બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીને ત્યાં આવ્યો છે. અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી એપાર્ટમેન્ટ્સની બિલ્ડિંગને સિલ કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં સુનીલ શેટ્ટીનું ઘર આવેલું છે. બિલ્ડિંગ ક્યા કારણોસર સિલ કરવામાં આવી વાંચો આ અહેવાલમાં.

 

મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી એપાર્ટમેન્ટ્સની બિલ્ડિંગને સિલ કરવામાં આવી છે. બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર આ બિલ્ડિંગમાં આવેલું છે. કોરોનાના કેસમાં વધારો થતા આ બિલ્ડિંગ સિલ કરવામાં આવી. નિયમ મુજબ કોઈ પણ બિલ્ડિંગમાં 5 કોરોનાના કેસ હોવાથી તેને સિલ કરવામાં આવે છે. જો કે મહત્વની વાત એ છે કે સુનીલ શેટ્ટી અને તેમનો પરિવાર હાલ મુંબઈ બહાર છે.

10 મોટા સ્થળોને સિલ કરાયા:
આ બિલ્ડિંગમાં 30 માળ અને 120 ફ્લેટ છે. મુંબઈના કેડી વોર્ડના આસિસ્ટંટ કમિશનર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી છે કે બિલ્ડિંગ સિલ કરવામાં આવી છે. આ વોર્ડમાં કોરોનાના 10 સ્થળોને સિલ કરવામાં આવ્યા છે. આમાં માલાબાર હિલ્સ અને પેડર રોડ પણ સામેલ છે. કોરોનાની બીજી લહેરમાં હાઈ રાઈઝ બિલ્ડિંગમાંથી 80 ટકા કોરોનાના કેસ નોંધાયા છે.

મુંબઈ બહાર છે સુનીલ શેટ્ટી:
સુનીલ શેટ્ટી અને તેમનો પરિવારની વાત કરવામાં આવે તો અભિનેતાના આધિકારિક પ્રવક્તાએ જણાવ્યું કે સુનીલ શેટ્ટી મુંબઈ બહાર છે. સુનીલ શેટ્ટી અને તેમનો પરિવાર છેલ્લા ઘણા સમયથી પૃથ્વી એપાર્ટમેન્ટ્સમાં રહે છે. તેમના સિવાય અન્ય 25 પરિવાર પણ આ બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગમાં કેટલાક કોરોનાના કેસ આવતા દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

સાવધાનીના ભાગરૂપે BMCએ બિલ્ડિંગના કેટલાક ફ્લોર્સને સિલ કર્યા છે. આપને જણાવી દઈએ કે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. જો કે છેલ્લા કેટલાક સપ્તાહથી કેસમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્ર અને કેરળ આ બંને રાજ્યોમાંથી કોરોનાના કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news