'ધ કાશ્મીર ફાઈલ્સ'ની સરખામણી થઈ રહી છે આ ફિલ્મ સાથે, જેણે 47 વર્ષ પહેલા રચ્યો હતો ઈતિહાસ

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની સરખામણી દંગલ અને બાહુબલી-2 જેવી ફિલ્મો સાથે કરતા જણાવ્યું હતું કે કઈ રીતે 8માં દિવસે પણ કલેક્શન મામલે આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી છે. 9માં દિવસે તો ફિલ્મે તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અને અત્યાર સુધીનું હાઈએસ્ટ વન ડે કલેક્શન કર્યું છે.

'ધ કાશ્મીર ફાઈલ્સ'ની સરખામણી થઈ રહી છે આ ફિલ્મ સાથે, જેણે 47 વર્ષ પહેલા રચ્યો હતો ઈતિહાસ

નવી દિલ્હી: ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની સરખામણી દંગલ અને બાહુબલી-2 જેવી ફિલ્મો સાથે કરતા જણાવ્યું હતું કે કઈ રીતે 8માં દિવસે પણ કલેક્શન મામલે આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી છે. 9માં દિવસે તો ફિલ્મે તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અને અત્યાર સુધીનું હાઈએસ્ટ વન ડે કલેક્શન કર્યું છે. આ ફિલ્મ વિશે તરણ આદર્શેસ કહ્યું કે તેમને આ ફિલ્મ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'જય સંતોષી મા'ની યાદ અપાવે છે. જેણે ઈતિહાસ રચ્યો હતો. 

ઈતિહાસ રચી રહી છે આ ફિલ્મ
તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું કે મે 1975માં 'જય સંતોષી મા'ને લઈને જનતામાં જબરદસ્ત ક્રેઝ જોયો હતો જે પહેલા ક્યારેય કોઈ વિશે જોવા મળ્યો નહતો. તેણે શોલે જેવી મજબૂત ફિલ્મનો સામનો કરીને ઈતિહાસ રચ્યો. 47 વર્ષ બાદ ફરી એકવાર આવું બની રહ્યું છે. ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પણ ઈતિહાસ રચી રહી છે....રેકોર્ડ તોડી રહી છે. નવા બેન્ચમાર્ક સેટ કરી રહી છે. 

— taran adarsh (@taran_adarsh) March 19, 2022

એક અઠવાડિયામાં 100 કરોડ પાર 
તરણ આદર્શે આજે જણાવેલા આંકડા મુજબ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે બીજા અઠવાડિયામાં પણ ધૂરંધર કમાણી ચાલુ રાખી છે. રિલીઝના 9માં દિવસે ફિલ્મે કમાણીના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને એક દિવસનો સૌથી હાઈએસ્ટ 24.80 કરોડની કમાણી કરી નાખી છે. ફિલ્મે શુક્રવારે 19.15 કરોડની કમાણી કરી હતી. આ સાથે અત્યાર સુધીમાં આ ફિલ્મે સમગ્ર દેશમાંથી 141.25 કરોડની કમાણી કરી છે. દિન પ્રતિદિન ફિલ્મની કમાણીમાં ખુબ ઉછાળો જોવા મળ્યો છે. તરણ આદર્શે કહ્યું કે ફિલ્મનું 10મા દિવસે કલેક્શન 30 કરોડ રૂપિયાની આજુબાજુ થઈ શકે છે. 

તરણ આદર્શે કેમ 'જય સંતોષી મા' સાથે કરી સરખામણી?
તરણ આદર્શે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની સરખામણી 'જય સંતોષી મા' સાથે કરી તેની પાછળ એક મોટું કારણ એ પણ છે કે આ એક ઓછા બજેટની ફિલ્મ હતી જેમાં ન તો કોઈ મોટી સ્ટારકાસ્ટ હતી કે ન તો તેનું માસ લેવલે પ્રમોશન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ફક્ત પોતાના કન્ટેન્ટના દમ પર ચાલી હતી અને 'ધ કાશ્મીર ફાઈલ્સ' મામલે પણ બધુ એ જ પ્રકારે જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ પણ લો બજેટ ફિલ્મ છે અને કમાણીના મામલે રેકોર્ડ તોડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news