Video : સ્ટેજ પર શ્રીદેવીની દીકરી એકાએક રડવા લાગી ચોધાર આંસુએ, કારણ છે સુપર ઇમોશનલ
હાલમાં જ જાન્હવીની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઈ છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થઈ ગયું હતું. 13 ઓગસ્ટના દિવસે શ્રીદેવીના 55મા જન્મદિવસે તેની ફિલ્મોની સ્ક્રિનિંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીદેવીના પિતા બોની કપૂર તેમજ દીકરીઓ જાન્હવી અને ખુશીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે કર્યું હતું.
શ્રીદેવીની દીકરીઓ તેમજ પતિએ મહેમાનો સાથે સાંજે સાત વાગ્યે મિસ્ટર ઇન્ડિયાનો શો જોયો. શો પૂરો થયા પછી ઇવેન્ટ દરમિયાન જાન્હવી, ખુશી તેમજ બોની કપૂર ઇમોશનલ થઈ ગયા. આ પ્રસંગે જાન્હવી ભાવુક થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રોઈ પડી હતી. જાન્હવીના એક ફેનપેજે આ વીડિયો શેયર કર્યો છે.
બોનીએ આ સન્માન બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે કપૂરપરિવારના નજીકના મિત્ર અમર સિંહ તેમજ ફિલ્મ એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલ જયા પ્રદા પણ પહોંચ્યા હતા. નોંધનીય છે કે સાવકી બહેનો સાથે હંમેશા દેખાતા અર્જુન કપૂર અને અંશુલા કપૂર ઇવેન્ટમાં ક્યાંય જોવા ન મળ્યા. હાલમાં સમાચાર મળ્યા હતા કે બોની કપૂર પોતાના ચારેય સંતાનો સાથે એક ઘરમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે