Sooryavanshi ના મેકર્સને લાગ્યો આંચકો, રિલીઝ થતાં જ ઘણી જગાએ લીક થઇ ફિલ્મ

'સૂર્યવંશી' (Sooryavanshi) ફિલ્મના રિલીઝ થતાં જ રોહિત શેટ્ટીનું ટેન્શન વધી ગયું છે, કારણ કે સમાચાર છે કે ફિલ્મ ઓનલાઇન લીક (Sooryavanshi leaked ) થઇ ગઇ છે. 'સૂર્યવંશી' રોહિત શેટ્ટી (Rohit Shetty) ની કોપી યૂનિવર્સ ત્રીજી ફિલ્મ છે

Sooryavanshi ના મેકર્સને લાગ્યો આંચકો, રિલીઝ થતાં જ ઘણી જગાએ લીક થઇ ફિલ્મ

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Kaitrina Kaif) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi) દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ગત 2 વર્ષ પહેલાં લોકોને આ ફિલ્મની આતુરતા હતી. એટલા માટે આ ફિલ્મનો જલવો પહેલાં દિવસેથી જ જોવા મળી રહ્યો છે. રોહિત શેટ્ટી (Rohit Shetty) ની આ ફિલ્મએ રિલીઝના પહેલાં જ એડવાન્સ બુકિંગ પહેલાં પોતાનો દમ બતાવ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે ફિલ્મમેકર્સને આંચકો પણ લાગ્યો છે. 

બધી ગઇ છે રોહિત શેટ્ટીની ટેન્શન 
'સૂર્યવંશી' (Sooryavanshi) ફિલ્મના રિલીઝ થતાં જ રોહિત શેટ્ટીનું ટેન્શન વધી ગયું છે, કારણ કે સમાચાર છે કે ફિલ્મ ઓનલાઇન લીક (Sooryavanshi leaked ) થઇ ગઇ છે. 'સૂર્યવંશી' રોહિત શેટ્ટી (Rohit Shetty) ની કોપી યૂનિવર્સ ત્રીજી ફિલ્મ છે. જ્યારે વધુ એક ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ રહી હતી તો તે દરમિયાન રોહિત શેટ્ટીએ વિચારી લીધું હતું કે તે ફિલ્મ સિનેમાઘરોમાં જ રિલીઝ કરશે. 

એક નહી પરંતુ ઘણા પ્લેટફોર્મ પર થઇ લીક
'સૂર્યવંશી' (Sooryavanshi) ઘણી વેબસાઇટ્સ પર લીક થઇ છે. આ મામલે સૌથી પહેલાં નામ તમિલ રોકર્સ (Tamil Rockers)નું હોય છે. આ ઉપરાંત ફિલ્મ ટેલિગ્રામની ઘણી ચેનલ્સ અને જિલ્લાની વેબસાઇટ પર પણ લીક થઇ ગઇ છે. તમામ સાઇટ્સ પર ફિલ્મ એચડી પ્રિંટમાં મળી રહી છે. 

થઇ શકે છે કરોડોનું નુક્સાન
ફિલમને લીક થયાના સમાચાર સામે આવતાં જ ફિલ્મ મેકર્સ પરેશાન થઇ ગયા છે. ફિલ્મ લીક થવાના લીધે મેકર્સને કોરોડોનું નુકસાન થશે. આમ તો આ ફિલ્મને બનાવવામાં 225 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ ફિલ્મને લઇને સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઇ રહી છે. અક્ષય કુમારને કોપ સ્ટારના રૂપમાં જોવા ખૂબ ગમે છે. ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહના કેમિયો પણ ફેન્સ માટે ખાસ લાગી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમર અને કૈટરિના કૈફની જોરદાર કેમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે. આ બંને કલાકાર પણ વર્ષો બાદ એકસાથે પરત ફર્યા છે. જે કારણે પણ દર્શકો ઉત્સાહિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news