Video: સોનૂ નિગમની સાથે ફેન્સે કર્યો સેલ્ફી લેવાનો પ્રયત્ન, સિંગરે મરોડ્યો હાથ

બોલીવુડ સેલિબ્રિટીઝની સાથે હમેશા ફેન્સ સેલ્ફી ક્લિક કરવાના ચક્કરમાં પરાક્રમો કરી બેસે છે. આવું જ કંઇક સોનૂ નિગમની સાથે પણ થયું છે. જ્યારે એક ફેન્સે તેની ફેન્સે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો.

Video: સોનૂ નિગમની સાથે ફેન્સે કર્યો સેલ્ફી લેવાનો પ્રયત્ન, સિંગરે મરોડ્યો હાથ

નવી દિલ્હી: બોલીવુડ સેલિબ્રિટીઝની સાથે હમેશા ફેન્સ સેલ્ફી ક્લિક કરવાના ચક્કરમાં પરાક્રમો કરી બેસે છે. આવું જ કંઇક સોનૂ નિગમની સાથે પણ થયું છે. જ્યારે એક ફેન્સે તેની ફેન્સે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. એક ઇવેન્ટ દરમિયાન સોનૂ નિગમની સાથે ફેન્સે ફોટો ક્લિક કરાવા માટે તેમના ખભા પર હાથ રખ્યો હતો. આવું થતાની સાથે જ સોનૂ નિગમે ખભેથી હટાવતા રમૂજી અંદાજમાં તેનો હાથ મરોડવાનો પ્રયત્ન કર્યો હતો.

સોનૂ નિગમે હાલમાં જ કહ્યું હતું કે, શીખવાની લગનથી જ તે 25 વર્ષ પહેલાની સરખામણીએ આજે સારો અને અલગ સિંગર બન્યો છે. ‘સંદેશે આતે હૈ’, ‘અંખિયો સે ગોલી મારે’, ‘સાથિયા’થી લઇને ‘અભી મુજમે કહીં’ જેવા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. સોનૂ નિગમનું કહેવું છે કે જરૂરી નથી કે ગુરૂ તેમનાથી મોટી ઉંમરના જ કોઇ હોય.

સોનૂ નિગમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો તમારી પાસે વિનમ્રતા, હૃદય અને આત્મા છે તો તમે કોઇપણ યુવાન પાસેથી શીખી શકો છો. આપણે આપણા મગજને નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રાખવું જોઇએ. અમારા સમયમાં બધું જ સારું હતું. આ તે લોકો છે જે સુખી જીવન જીવી શક્તા નથી. તેમણે કહ્યું કે હું તેના પર ધ્યાન કેન્દ્રીત કરતો નથી. મને લાગે છે કે 25 વર્ષ પહેલાની સરખામણીએ હું સારો અને અલગ સિંગર છું. હું પહેલાની જેમ ગાઈ શકતો નથી કારણ કે કદાચ હું અરજીત સિંહ, અરમાન મલિક જેવા યુવાન ગાયકો પાસેથી શીખ્યો છું.

સોનૂ નિગમનું કહેવું છે કે પાછલા 40 વર્ષથી તેઓ મંચ પર પ્રસ્તુતિ કરી રહ્યો છે અને તે દરમિયાન તેણે અહંકારને અહંકારને પોતાની જાત પ્રબળ થવા દીધો નથી. ગાયક અત્યારે ‘રોયલ સ્ટેગ બેરલ સિલૅક્ટ એમટીવી અનપ્લગ્ડ સિઝન 8’ નો ભાગ છું અને તેનું માનવું છે કે આ મંચ કલાકારોને ગીતની સાથે રમવા અને તેને નવું રૂપ આપવાની આઝાદી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news