શાહરૂખ અને સલમાનની 'ઇશ્કબાજી'એ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

શાહરૂખ અને સલમાનને ચમકાવતું 'ઝીરો'નું ગીત લોન્ચ કરવામાં આવ્યું છે

શાહરૂખ અને સલમાનની 'ઇશ્કબાજી'એ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

નવી દિલ્હી : સલમાન ખાન અને શાહરૂખ ખાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. આ ચાહકો લાંબા સમયથી આ બે સુપરસ્ટાર્સને સાથે જવા માગતા હતા અને હવે તેમની ઇચ્છા પુરી થઈ છે. હાલમાં આનંદ એલ. રાયની ફિલ્મ 'ઝીરો'નું ગીત 'ઇશ્કબાજી' રિલીઝ થયું છે. આ ગીતમાં શાહરૂખ અને સલમાનની ધમાલ જોવા મળી છે અને આ ગીત ઇન્ટરનેટ પર રાતોરાત સુપરહિટ સાબિત થયું છે.

દર્શકોને આ ગીત એટલું પસંદ પડ્યું છે કે રિલીઝના કલાકો પછી આ ગીત યુ ટ્યૂબ પર ટ્રેન્ડિંગ લિસ્ટમાં આવી ગયું હતું. આ ગીતને રિલીઝના લગભગ 40 કલાક પછી લગભગ અઢી કરોડ જેટલા વ્યૂ મળી ચૂક્યા હતા. 

આ ગીતમાં સલમાન અને શાહરૂખ એકબીજા સાથે જુગલબંધી કરતા જોવા મળી રહ્યા છે અને રસપ્રદ વાત એ છે કે તેમની વચ્ચેની આ લડાઈનું કારણ બંનેનો કેટરિના કૈફ પ્રત્યેનો પ્રેમ. આ ગીતમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અને રેમો ડિસુઝા પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતનું સંગીત આપ્યું છે અજય-અતુલની જોડીએ અને લખ્યું છે ઇર્શાદ કામિલે. આ ગીતમાં સુખવિંદર અને દિવ્યા કુમારની દમાદાર અવાજ છે. ફિલ્મ 'ઝીરો' 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news