VIDEO : સલમાનની 'નોટબુક'નું પહેલું ગીત રિલીઝ, ઇમોશનલ કરી દેશે શબ્દો 

29 માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ કાશ્મીરમાં આકાર લેતી લવસ્ટોરી છે

VIDEO : સલમાનની 'નોટબુક'નું પહેલું ગીત રિલીઝ, ઇમોશનલ કરી દેશે શબ્દો 

નવી દિલ્હી : સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ નોટબુકનું પહેલુ ગીત 'નહીં લગદા જી' રિલીઝ થઈ ગયું છે. આ ગીતના શબ્દો બહુ ઇમોશનલ છે અને દિલને સ્પર્શી જાય છે. આ ફિલ્મમાં પ્રનૂતન અને ઝહીર ઇકબાલ લીડ રોલ ભજવી રહ્યા છે અને તેમની વચ્ચે આ ગીતમાં જબરદસ્ત કેમિસ્ટ્રી દેખાય છે. 

કાશ્મીરમાં શૂટ થયેલી આ ફિલ્મની સ્ટોરી બે ટીચર્સની છે. જે એકબીજાને જોયા વગર જ પ્રેમમાં પડી જાય છે. ટ્રેલરમાં પ્રનૂતન એક એવી ટીચરના રોલમાં છે. જે કાશ્મીરના સૂમસાન વિસ્તારમાં બનેલી એક સ્કૂલના સાત બાળકોને અભ્યાસ કરાવે છે. જોકે, તેને લગ્ન કરવાની મજબૂરીથી સ્કૂલ છોડવી પડે છે. પ્રનૂતનની જગ્યાએ ઝહીરને નોકરી મળે છે. જોકે, તેની બાળકો સાથે એવી દોસ્તી નથી થઈ શકતી જેવી પ્રનૂતનની હોય છે. આ દરમિયાન તેને પ્રનૂતનની એક ડાયરી મળે છે. જેમાં તેણે પોતાના દિલની વાતો લખેલી હોય છે.

સલમાનની આ ફિલ્મની હિરોઇન પ્રનૂતન બોલિવૂડની ટેલેન્ટેડ અને ખૂબસુરત હિરોઇન નૂતનની પૌત્રી તેમજ સલમાનના ખાસ મિત્ર મોહનીશ બહલની દીકરી છે. સલમાનની સુપરહિટ ફિલ્મ 'મેંને પ્યાર કિયા'માં મોહનીશે વિલનનો રોલ કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે ખાસ મિત્રતા છે. આમ, સલમાન પોતાના ખાસ મિત્રની દીકરીને આ ફિલ્મથી હિરોઇન તરીકે લોન્ચ કરી રહ્યો છે. બીજી તરફ ઝહીર ઇકબાલ સલમાન ખાનના મિત્રનો પુત્ર છે તે પણ ફિલ્મની સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news