અણઘડ આયોજનના કારણે ગયો સિંગર કેકેનો જીવ? આ Video જોઈ ભલભલા હચમચી ગયા

કોલકાતાના ઉલ્ટાડાંગમાં ગુરુદાસ કોલેજના નજરૂલ મંચમાં કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથ એટલે કેકેની તબિયત બગડી અને હોસ્પિટલ લઈ જવાયા તે પહેલા જ નિધન થઈ ગયું. શું કોન્સર્ટમાં આયોજનમાં બેદરકારીના કારણે સિંગરનું મોત થયું? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે.

અણઘડ આયોજનના કારણે ગયો સિંગર કેકેનો જીવ? આ Video જોઈ ભલભલા હચમચી ગયા

કોન્સર્ટમાં લોકોને હિલોળે ચડાવનારા કેકે અચાનક ક્યારે દુનિયાને વિદાય કહી ગયા તે હજુ પણ લોકોને સમજમાં આવી રહ્યું નથી. ગઈ કાલે મોડી રાતે એક કોન્સર્ટ દરમિયાન સિંગર કેકેની તબિયત બગડી. કોલકાતામાં કોન્સર્ટ માટે પહોંચેલા કેકેએ પોતાના દમદાર પરફોર્મન્સથી ત્યાં હાજર લોકોને રોમાંચિત કરી નાખ્યા હતા. શરૂઆતમાં તો કેકે ફૂલ જોશમાં હતા પરંતુ ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે શોના આયોજન પર સવાલ ઉઠ્યા છે. 

અણઘડ આયોજને લીધો ભોગ?
કોલકાતાના ઉલ્ટાડાંગમાં ગુરુદાસ કોલેજના નજરૂલ મંચમાં કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથ એટલે કેકેની તબિયત બગડી અને હોસ્પિટલ લઈ જવાયા તે પહેલા જ નિધન થઈ ગયું. શું કોન્સર્ટમાં આયોજનમાં બેદરકારીના કારણે સિંગરનું મોત થયું? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભીડને હટાવવા માટે તેમના પર ફાયર એક્સટિંગ્વિશરથી ફોમ છોડવામાં આવ્યું. એવું કહેવાય છે કે ઓડિટોરિયમમાં ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ પબ્લિક પહોંચી ગઈ હતી. આયોજકો પણ ભીડને કંટ્રોલ કરવામાં નિષ્ફળ હતા. 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/EdkKUXOiPd

— Zee News (@ZeeNews) June 1, 2022

કોલકાતા પોલીસને પણ અકુદરતી મોતની આશંકા છે. જેના  અનેક કારણો પણ જણાવાઈ રહ્યા છે. ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો કેસ પણ દાખલ થયો છે. ઓડિટોરિયમમાં લોકોની સંખ્યા મર્યાદા કરતા વધુ હતી તે અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે. એસી કામ કરતું હતું કે નહીં તે પણ તપાસ થઈ રહી છે. કેકેના બોડી પર ઈજાના નિશાન મળવાથી મિસ્ટ્રી મોત બની ગયું છે. આ ઈજા તેમના મોઢા અને માથે થઈ છે. પોસ્ટરમોર્ટમ બાદ જ મોતના કારણ અંગે જાણી શકાશે. 

સ્ટેજ પર અસહજ જોવા મળ્યા કેકે
હાલ સોશિયલ મીડિયા પર કેકેના લાઈવ કોન્સર્ટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયો એવો પણ છે કે જેમાં તેઓ રૂમાલથી પોતાનું મોઢુ લુછી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની તબિયત સારી નથી. તેઓ આમ તેમ જોતા જોવા મળે છે. પાણીની બોટલ પણ ઉઠાવતા જોવા મળે છે. સ્ટેજ પર આમતેમ ટહેલીને સહજ મહેસૂસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

જુઓ ચોંકાવનારો Video

— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022

તાબડતોબ હોટલ લઈ જવાયા
કેકે જ્યારે લાઈવ કોન્સર્ટ દરમિયાન સારૂ મહેસૂસ ન હતા કરતા ત્યારે તેમને તરત હોટલ પાછા લઈ જવાયા. વીડિયોમાં કોન્સર્ટમાંથી કેકેને કેટલાક લોકો બહાર લઈ જતા જોવા મળી રહ્યા છે. કેકેની તબિયત સારી નથી તે તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે. તેમના હાવભાવથી જ સ્પષ્ટ થાય છે કે તેઓ અસહજ મહેસૂસ કરી રહ્યા છે. તબિયત વધુ બગડતા કેકેને પછી કોલકાતાના CMRI હોસ્પિટલ લઈ જવાયા પણ કમનસીબે તેમનું નિધન થઈ ચૂક્યું હતું. 

સિંગર કેકેના પત્ની જ્યોતિ અને બે બાળકો હાલ કોલકાતા પહોંચી ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના પત્ની સાથે વાત કરી સંવેદનાઓ વ્યક્ત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news