કૈલાશ ખેર હવે ફસાયો #MeTooના મામલામાં, જર્નાલિસ્ટે મૂક્યો જાતીય સતામણીનો મોટો આરોપ

કૈલાશ ખેર પર આ આરોપ મૂક્યો છે વિદેશી પત્રકારે 

કૈલાશ ખેર હવે ફસાયો #MeTooના મામલામાં, જર્નાલિસ્ટે મૂક્યો જાતીય સતામણીનો મોટો આરોપ

નવી દિલ્હી : બોલિવૂડમાં તનુશ્રી દત્તાના #MeToo ધડાકા પછી હવે અનેક મહિલાઓ પોતાની સાથે થયેલા ખરાબ વર્તનનો ઘટસ્ફોટ કરી રહી છે. બોલિવૂડમાં અનેક મહિલાઓ તનુશ્રીને સપોર્ટ આપવા માટે આગળ આવી છે. હવે આવા મામલામાં સિંગર કૈલાશ ખેરનું નામ સંડોવાયું છે. કૈલાશ પર આ આરોપ લગાવનારી મહિલા ભારતીય નથી અને એનો એેન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ પણ નથી. 

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ બાદ ભારતમાં #meetoo મૂવમેન્ટ ફરીથી શરૂ થઈ છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર હેરેસમેન્ટના આરોપ લગાવ્યા હતા. હાલમાં જ કોમેડી ગ્રુપના એક સદસ્ય પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. હવે એક મહિલા પત્રકારે બોલિવૂડના જાણીતા સિંગર કૈલાશ ખેર વિશે પણ ખુલાસો કર્યો છે. આ મહિલા પત્રકારે ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે એક મસ્કટની એક મહિલા પત્રકારની ચેટને શેર કરી છે. 

મસ્કટમાં રહેતી મહિલા પત્રકારે લખ્યું- હું કૈલાશ ખેરને મસ્કટમાં એક બુટિકમાં મળી હતી. ત્યાં મારી સાથે અન્ય કેટલીક મહિલાઓ અને એક ફોટોગ્રાફર હતો, મારા બોસ પણ ત્યાં હતા. અમે કૈલાશ ખેરનો ઈન્ટરવ્યૂ કરવા પહોંચ્યા હતા અને હું તેમની પાસે જ બેઠી હતી. જ્યારે પણ તેઓ વાત કરતા તો કોઈના કોઈ રીતે મારી જાંઘને સ્પર્શ કરતા. હું ખૂબ જ અસહજ અનુભવી રહી હતી. જ્યારે મેં મારા બોસને આ વિશે કહ્યું તો તેમણે આ વાતને હસવામાં ટાળી દીધી. મારા બોસે મને ગ્રુપ ફોટોમાં આવવા માટે પણ આગ્રહ કર્યો. કૈલાશ ખેરએ મને ગ્રુપ ફોટોમાં તેમની નજીક ઊભા રહેવા માટે કહ્યું, પણ મે ના પાડી દીધી. ગુસ્સા અને અસહાયની તે ફીલિંગે મને ક્યારેય ન છોડી.

From a journalist in Muscat pic.twitter.com/6edAfH0S6T

— Sandhya Menon (@TheRestlessQuil) October 5, 2018

ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાને ભારતમાં પણ #metoo મૂવમેન્ટ શરૂ કરવાનું શ્રેય આપવામાં આવી રહ્યં છે.  વર્ષ 2008માં હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના એક આઈટમ સોન્ગ દરમિયાન તનુશ્રીએ નાના પાટેકર અને ગણેશ આચાર્ય પર આરોપ લગાવ્યો હતો. વિવાદ વધતો જોઈને તનુશ્રીના બદલે આ આઈટમ સોન્ગમાં રાખી સાવંત પાસે ડાન્સ કરાવવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news