Shubman Gil: અમદાવાદ એરપોર્ટ પર શુભમન સાથે જોવા મળી સારા! સચિનની પુત્રી હતી કે સૈફની?

 બુધવારે અમદાવાદમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચ ખુબ રસપ્રદ રહી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત સાથે સિરીઝ જીતી લીધી. આ મેચમાં ઓન ધ ગ્રાઉન્ડ અને ઓફ ધ ગ્રાઉન્ડ એક જ ખેલાડી સૌથી વધારે ચર્ચામાં રહ્યો. એ ખેલાડીનું નામ હતું શુભમન ગિલ. શુભમન ગિલે ગ્રાઉન્ડ પર આ મેચમાં સદી ફટકારીને હેડલાઈન્સમાં છવાઈ ગયો. બીજી તરફ ગ્રાઉન્ડની બહાર પણ શુભમન અને સારાની મુલાકાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. અમદાવાદ એરપોર્ટ પર શુભમન અને સારાની મુલાકાતથી ચર્ચાનો વિષય ઉભો થયો છે.

Shubman Gil: અમદાવાદ એરપોર્ટ પર શુભમન સાથે જોવા મળી સારા! સચિનની પુત્રી હતી કે સૈફની?

Shubman Gill-Sara Ali Khan: બુધવારે અમદાવાદમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચ ખુબ રસપ્રદ રહી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત સાથે સિરીઝ જીતી લીધી. આ મેચમાં ઓન ધ ગ્રાઉન્ડ અને ઓફ ધ ગ્રાઉન્ડ એક જ ખેલાડી સૌથી વધારે ચર્ચામાં રહ્યો. એ ખેલાડીનું નામ હતું શુભમન ગિલ. શુભમન ગિલે ગ્રાઉન્ડ પર આ મેચમાં સદી ફટકારીને હેડલાઈન્સમાં છવાઈ ગયો. બીજી તરફ ગ્રાઉન્ડની બહાર પણ શુભમન અને સારાની મુલાકાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. અમદાવાદ એરપોર્ટ પર શુભમન અને સારાની મુલાકાતથી ચર્ચાનો વિષય ઉભો થયો છે.

છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ અને બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. બંને અત્યાર સુધી ઘણીવાર સાથે જોવા મળ્યા છે પરંતુ બંનેએ તેમના સંબંધો પર મૌન સેવી રાખ્યું છે. હવે ફરી એકવાર બંને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ તસવીરમાં સારા અને શુભમન એકસાથે જોવા મળી રહ્યા છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી T-20 મેચ રમાઇ હતી. આ મેચમાં શુભમન ગિલે પોતાની T-20I કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. ભારત આ મેચ 168 રનથી જીત્યું હતું. દરેક જગ્યાએ શુભમન ગિલની ઇનિંગ્સની વાત થઇ રહી છે. આ વચ્ચે સારા અને શુભમનની તસવીર વાયરલ થઇ ગઇ છે.
 

— V̷i̷r̷a̷n̷î ̷J̷ìg̷n̷e̷s̷h̷ ̷(J̷ïg̷Ş) 🇮🇳 (@iJigneshVirani) February 1, 2023

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરમાં બંને સાથે બેઠેલા વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. બંનેની આસપાસ બીજું કોઇ જોવા નથી મળી રહ્યું. આ તસવીર કોઇ રેસ્ટોરન્ટ કે કાફેની નથી પરંતુ અમદાવાદ એરપોર્ટની હોવાનું માલૂમ પડી રહ્યું છે. આ તસવીર જોયા પછી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે સારા અને શુભમન એકસાથે પ્રાઇવેટ ટાઇમ સ્પેન્ડ કરવા માટે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છે. ફેન્સ બંનેને સાથે જોઇને એક્સાઇડેટ જોવા મળી રહ્યા છે. 

સારા અને શુભમનની આ વાયરલ તસવીર ટોક ઓફ ધ ટાઉન બની છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news