મનોજ બાજપેયીએ શાહરૂખ ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જવાનીના દિવસોના રહસ્યો ખુલ્યા

મનોજ બાજપેયી અને શાહરૂખ ખાને સાથે ક્લાસિક ફિલ્મ વીરઝારામાં કામ કર્યું હતું. ફિલ્મ સુપરહીટ રહી પરંતુ ક્યારેય લોકોને આ બંને સ્ટાર્સ વચ્ચેના સંબંધ અંગે વધુ જાણકારી મળી નહીં. હવે મનોજ બાજપેયીએ પોતાના એક હાલમાં આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો અને શાહરૂખ અને પોતાની મિત્રતા વચ્ચેના અનેક કિસ્સા જણાવ્યા

મનોજ બાજપેયીએ શાહરૂખ ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જવાનીના દિવસોના રહસ્યો ખુલ્યા

નવી દિલ્હી: મનોજ બાજપેયી અને શાહરૂખ ખાને સાથે ક્લાસિક ફિલ્મ વીરઝારામાં કામ કર્યું હતું. ફિલ્મ સુપરહીટ રહી પરંતુ ક્યારેય લોકોને આ બંને સ્ટાર્સ વચ્ચેના સંબંધ અંગે વધુ જાણકારી મળી નહીં. હવે મનોજ બાજપેયીએ પોતાના એક હાલમાં આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો અને શાહરૂખ અને પોતાની મિત્રતા વચ્ચેના અનેક કિસ્સા જણાવ્યા જે વીરઝારા પહેલાના છે. 

મનોજ-શાહરૂખ વચ્ચે જૂની મિત્રતા
મનોજ બાજપેયીએ એ દિવસોને યાદ કરતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે અમે બંને એક જ સિગારેટ અને બીડીમાંથી કશ લેતા હતા. આ સાથે જવાનીના કિસ્સા સંભળાવતા કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર શાહરૂખ ખાન તેમને ડિસ્કો લઈ ગયા હતા. તે સમયે બંને બેરી જોનના થિયેટર ગ્રુપનો ભાગ હતા. 

શાહરૂખે મનોજને દેખાડ્યો હતો ડિસ્કોનો નજારો
Bollywood Bubble સાથે વાત  કરતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) એ કહ્યું કે 'મને હજુ પણ યાદ છે કે તે દિવસોમાં આ જ એક એવા વ્યક્તિ હતા જે મારૂતિ વાનથી આવતા હતા. જે લાલ રંગની હતી. શાહરૂખ ખાન  (Shah Rukh Khan) પહેલીવાર મને દિલ્હીની તાજ હોટલના ડિસ્કોમાં લઈ ગયા હતા. તે સમયે અમે બંને યુવા હતા. કિશોરાવસ્થા પાર જ કરી હતી અને અમારી મુલાકાત થઈ. તેઓ થોડા દિવસ માટે બેરી જોન થિયેટર ગ્રુપનો ભાગ હતા.'

એક જ સિગારેટમાંથી લેતા હતા કશ
એટલું જ નહીં મનોજ બાજપેયીએ શાહરૂખ ખાનને ચાર્મર ગણાવ્યા. આ સાથે જ કહ્યું કે યુવતીઓ વચ્ચે શરૂઆતથી જ તેઓ લોકપ્રિય હતા. તેમણે કહ્યું કે 'અમે સિગારેટ, બીડી સાથે જ પીતા હતા અને બીજી પણ અનેક ચીજો જે અમે  અફોર્ડ કરી શકતા હતા તે સાથે જ કરતા હતા. તેઓ હંમેશાથી ચાર્મર હતા. હંમેશા યુવતીઓ વચ્ચે ખુબ લોકપ્રિય રહ્યા. શબ્દો સાથે રમવું તેમને પહેલેથી આવડતું હતું.'

જલદી રિલીઝ થશે નવી સિરીઝ
અત્રે જણાવવાનું કે મનોજ બાજપેયી જલદી ધ ફેમિલી મેન 2માં જોવા મળશે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ  થયું છે. ફેન્સને આ ટ્રેલર ખુબ ગમ્યું છે. પોતાની આ વેબસિરીઝના પ્રમોશન દરમિયાન મનોજ બાજપેયીએ જૂના કિસ્સાને ફંફોળ્યા અને પોતાના પટારામાંથી આ અજાણી વાતો જણાવી. આમ તો ધ ફેમિલી મેન ની પહેલી સિઝન હિટ રહી હતી. ફેન્સને પણ તે ખુબ ગમી હતી. હવે તેની બીજી સિઝન 4 જૂન 2021ના રોજ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news