શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ

મીરાએ આ પહેલાં 26 ઓગસ્ટના 2016ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. 

શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ

મુંબઇ: બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ગયા છે. તેમની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બર બુધવારના રોજ મુંબઇના હિંદુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. શાહિદ પહેલાંથી જ એક પુત્રીના પિતા છે, જેનું નામ મીશા છે. 

મીરાને બુધવારે જ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. મીરાએ આ પહેલાં 26 ઓગસ્ટના 2016ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. 

— Preity G Zinta (@realpreityzinta) September 5, 2018

— Ashish Chowdhry (@AshishChowdhry) September 5, 2018

— Karanvir Bohra (@KVBohra) September 5, 2018

— Romit Raj Prasher (@RajRomit) September 5, 2018

મળતી માહિતી અનુસાર પુત્ર અને માતા બંને સ્વસ્થ છે. મીરા અને શાહિદ પોતાના બીજા બાળકને લઇને ખૂબ ઉત્સાહિત છે. મીરાએ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના ઘરે પુત્ર આવે કે પુત્રી તેનાથી કોઇ ફરક પડતો નથી. મીરાએ પોતાની પુત્રીનું નામ પોતાના અને શાહિદના નામના પહેલા અક્ષરને મિક્સ કરીને રાખ્યું હતું. શાહિદ અને મીરાને બોલીવુડમાં શુભેચ્છા મળવાની સિલસિલો ચાલુ થઇ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news