શાહિદ કપૂરની જીભ લપસી, જાહેરમાં બોડી પાર્ટ વિશે એવું બોલ્યો...કિયારા શરમથી લાલચોળ થઈ

Shahid Kapoor Sexiest Body Part revealed in KWK: કોફી વીથ કરણ એક એવો ચેટ શો છે જે ખુબ પસંદ થઈ રહ્યો છે. જેમાં અનેક રસપ્રદ અને મસાલેદાર ગોસિપ્સ પણ જોવા મળે છે. જો કે ક્યારેક બોલ્ડ ચર્ચાઓ વિવાદનું કારણ પણ બને છે. કરણ જૌહરના આ ચેટ શોનો એક લેટેસ્ટ એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં કબીર સિંહની જોડી શાહિદ કપૂર અને કિયારા અડવાણી એક સાથે જોવા મળી રહ્યા છે.

શાહિદ કપૂરની જીભ લપસી, જાહેરમાં બોડી પાર્ટ વિશે એવું બોલ્યો...કિયારા શરમથી લાલચોળ થઈ

Shahid Kapoor Sexiest Body Part revealed in KWK: કોફી વીથ કરણ એક એવો ચેટ શો છે જે ખુબ પસંદ થઈ રહ્યો છે. જેમાં અનેક રસપ્રદ અને મસાલેદાર ગોસિપ્સ પણ જોવા મળે છે. જો કે ક્યારેક બોલ્ડ ચર્ચાઓ વિવાદનું કારણ પણ બને છે. કરણ જૌહરના આ ચેટ શોનો એક લેટેસ્ટ એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં કબીર સિંહની જોડી શાહિદ કપૂર અને કિયારા અડવાણી એક સાથે જોવા મળી રહ્યા છે. આ પ્રોમોને જોઈને એવી આશા કરવામાં આવી રહી છે કે એપિસોડ ખુબ રોમાંચક હશે. એપિસોડના પ્રોમોમાં શાહીદે પોતાના બોડીના એક પાર્ટ વિશે કઈંક એવું કહી નાખ્યું કે કરણ અને કિયારા પણ સ્તબ્ધ થઈ ગયા. 

KWK માં શાહિદ કપૂરની જીભ લપસી
કોફી વીથ કરણના દરેક એપિસોડમાં હોસ્ટ કરણ જૌહર પોતાના ગેસ્ટ સાથે તેમની પ્રાઈવેટ વાતો અને પર્સનલ લાઈફના સિક્રેટ્સ કઢાવી લે છે. હાલમાં જ રિલીઝ થયેલા પ્રોમોમાં શાહિદ અને કિયારાએ અનેક ટોપિક્સ પર ખુલાસો કર્યો છે. કરણના એક પર્સનલ સવાલ પર શાહિદની જીભ લપસી અને કઈક એવું બોલી ગયો કે કિયારા અને કરણ એકદમ ભોંઠા પડી ગયા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

બોડીના આ પાર્ટ વિશે બોલી નાખ્યું
કોફી વીથ કરણના એપિસોડમાં કરણે શાહિદને પૂછ્યું કે તેના પ્રમાણે તેના શરીરનું સૌથી સેક્સી અંગ કયું છે. જેના પર જરાય વિચાર્યા વગર ફટાક દઈને શાહિદ બોલ્યો કે તે ભાગ કેમેરા પર હાલ જોવા મળી રહ્યો નથી. સ્પષ્ટ છે કે શાહિદ પોતાના પ્રાઈવેટ પાર્ટની વાત કરી રહ્યો છે અને તેનો જવાબ સાંભળીને કિયારા અને કરણ એકદમ શોક થઈ ગયા. 

કિયારાએ કન્ફર્મ કરી પોતાની રિલેશનશીપ
અત્રે જણાવવાનું કે એપિસોડમાં પૂછવામાં આવતા કિયારાએ કબૂલ કર્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તે માત્ર નીકટના મિત્ર નથી પરંતુ તેના કરતા વધુ છે. કરણ અને શાહિદ ખુબ આરામથી તેમના આવનારા બાળકો વિશે વાત કરી રહ્યા હતા અને શાહિદે એવી જાહેરાત પણ કરી કે આ વર્ષના અંત સુધીમાં કિયારા એક મોટી જાહેરાત કરી શકે છે જે એક ફિલ્મ વિશે નહીં હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news