Shah Rukh Khanની ફિલ્મ Jawan રિલીઝ થશે દુનિયાની સૌથી મોટી સ્ક્રીન પર

Shah Rukh Khan Film Jawan: દુનિયાની સૌથી મોટી સ્ક્રીનને 6 ડિસેમ્બર 2022 ના રોજ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ સ્ક્રીનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેવામાં હવે શાહરુખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ જવાન આ સ્ક્રીન પર રિલીઝ થનારી ભારતની પહેલી ફિલ્મ બનશે. 

Shah Rukh Khanની ફિલ્મ Jawan રિલીઝ થશે દુનિયાની સૌથી મોટી સ્ક્રીન પર

Shah Rukh Khan Film Jawan: પઠાન ફિલ્મની જોરદાર સફળતા પછી બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને લઈને પણ ફિલ્મ ચાહકોમાં ઉત્સાહ છે. તેવામાં ફિલ્મ જવાનને લઈને એક મોટી જાણકારી સામે આવી છે જેના કારણે શાહરૂખ ખાનના ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. 

આ પણ વાંચો:

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મને લઈને વાત સામે આવી છે કે જવાન ફિલ્મ દુનિયાની સૌથી મોટી સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. આ અંગે મળતી જાણકારી અનુસાર જવાન ફિલ્મને જર્મની સ્થિત લીઓનબર્ગની આઈમેક્સ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. આઈસ્ક્રીમ 125 ફૂટ પહોળી અને 72 ફૂટ લાંબી છે. જે દુનિયાની સૌથી મોટી સ્ક્રીન માનવામાં આવે છે. આઇસ્ક્રીમ રેગ્યુલર સ્ક્રીન કરતાં અનેક ગણી મોટી છે. 

દુનિયાની સૌથી મોટી સ્ક્રીનને 6 ડિસેમ્બર 2022 ના રોજ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ સ્ક્રીનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેવામાં હવે શાહરુખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ જવાન આ સ્ક્રીન પર રિલીઝ થનારી ભારતની પહેલી ફિલ્મ બનશે. 

જવાનું ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નયનતારા અને શાહરુખ ખાન પહેલી વખત એકબીજાની સાથે જોવા મળશે આ જોડીને જોવા માટે પણ લોકોમાં ઉત્સાહ છે કારણ કે તમિલ સુપરસ્ટાર નયનતારાની આ પહેલી બોલીવુડ ફિલ્મ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news