Sex Education 4: સેક્સ એજ્યુકેશન સીઝન 4 નું ટીઝર રિલીઝ, રુમના દરવાજા બંધ કરી જુઓ લાસ્ટ સીઝનનું ટીઝર

Sex Education 4: નેટફ્લિક્સ દ્વારા સેક્સ એજ્યુકેશન વેબ સીરીઝની લાસ્ટ સીઝનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. આ સીરીઝની પહેલાની 3 સીઝન સૌથી વધુ જોવામાં આવી છે. સેક્સ એજ્યુકેશન વેબ સીરીઝ સ્કૂલ-કોલેજમાં ભણતા બાળકોની વાર્તા છે. જેમને સેક્સ વિશે જિજ્ઞાસા છે પરંતુ  તેઓ ખોટી માહિતીના કારણે પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે.

Sex Education 4: સેક્સ એજ્યુકેશન સીઝન 4 નું ટીઝર રિલીઝ, રુમના દરવાજા બંધ કરી જુઓ લાસ્ટ સીઝનનું ટીઝર

Sex Education 4: દુનિયાની સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંથી એક નેટફ્લિક્સની સેક્સ એજ્યુકેશન છે. જો કે આ વેબ સીરીઝનો હવે અંત આવવાનો છે. નેટફ્લિક્સ દ્વારા સેક્સ એજ્યુકેશન વેબ સીરીઝની લાસ્ટ સીઝનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. આ સીરીઝની પહેલાની 3 સીઝન સૌથી વધુ જોવામાં આવી છે. સેક્સ એજ્યુકેશન વેબ સીરીઝ સ્કૂલ-કોલેજમાં ભણતા બાળકોની વાર્તા છે. જેમને સેક્સ વિશે જિજ્ઞાસા છે પરંતુ  તેઓ ખોટી માહિતીના કારણે પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે.

આ પણ વાંચો:

સેક્સ એજ્યુકેશનની ચોથી સીઝનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સીઝન પણ છેલ્લી 3 સીઝનની જેમ બોલ્ડ છે. ટીઝરની શરુઆત ઓટિસથી થાય છે. તે કોલેજમાં પોતાની સેક્સ થેરાપી ક્લિનિક ફરીથી ખોલવાનો પ્રયત્ન કરે છે. તે ખુલાસો પણ કરે છે કે તેણે આ બધું તેની માતા પાસેથી શીખ્યું છે. કારણ કે તેની માતા સેક્સ થેરાપિસ્ટ છે. તેથી તે પણ મિત્રો, કિશોર અને યુવાનોની સમસ્યા દુર કરે છે. 

આ સીઝનમાં ઓટિસની લવ સ્ટોરી પણ દેખાડવામાં આવશે. આ સીઝનમાં પણ ઘણી સ્ટોરી એક સાથે જોવા મળશે. લોકોમાં આ સીઝનને લઈને પણ આતુરતા છે. સેક્સ એજ્યુકેશનની છેલ્લી સીઝન દુનિયાભરના દેશોમાં 21 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news