આ સ્ટારે કાઢી દુશ્મની, આમંત્રણ છતાં નહીં આપે પ્રિયંકાના લગ્નમાં હાજરી 

પ્રિયંકા અને નિક 2 ડિસેમ્બરે જોધપુર ખાતે લગ્ન કરવાના છે

આ સ્ટારે કાઢી દુશ્મની, આમંત્રણ છતાં નહીં આપે પ્રિયંકાના લગ્નમાં હાજરી 

મુંબઈ : હજી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચાર તાજા છે ત્યાં છે ત્યાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની તૈયારીના ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા છે. ગઈ કાલે પ્રિયંકાના ઘરે ગણેશ પૂજા પછી પ્રિયંકા અને નિકનો પરિવાર લગ્ન માટે જોધપુર સુધી પહોંચવા મુંબઈથી જયપુરની ચાર્ટડ ફ્લાઇટમાં રવાના થઈ જોધપુર પહોંચી ગયો છે. 

પ્રિયંકા ચોપડા ભલે વિદેશી મુરતિયા સાથે લગ્ન કરવાની હોય પણ તેના એમાં તમામ ભારતીય રિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવશે. આ લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે મળતી ચોંકાવનારી માહિતી પ્રમાણે પ્રિયંકાના લગ્ન માટે સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તે આ લગ્નમાં હાજરી નહીં આપે. હાલમાં જ ફિલ્મ 'ભારત'ને લઈને બન્નેની વચ્ચે વિવાદ થયો, જ્યારે શૂટિંગથી કેટલાક સમય પહેલા પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. સલમાને હવે પ્રિયંકાના લગ્નમાં હાજરી ન આપવાનો નિર્ણય કરીને પોતાની દુશ્મની કાઢી હોય એમ લાગે છે. સલમાનની સાથે પ્રિયંકાએ 'મુઝસે શાદી કરોગી' અને 'ઓહ માઈ ગોડ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ સિવાય પ્રિયંકાના લગ્નના રિસેપ્શનમાં શાહરુખ ખાન શામેલ નહીં થાય કારણ કે તેને રિસેપ્શન કાર્ડ મોકલવામાં પણ નથી આવ્યું. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાનની બહેન અર્પિતા ખાન જ હાજર રહેશે. અર્પિતાની સાથે સોહેલ અથવા અરબાઝ ખાન પણ રિસેપ્શનમાં જઈ શકે છે. પ્રિયંકાના રિસેપ્શનમાં આમિર ખાન પણ હાજર નહીં રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news