સલમાન ખાને 'ભાભી' સાથેના અર્જુનના રોમાન્સનો બદલો લીધો પિતા બોની કપૂરથી

અર્જુન અને મલાઇકાનં પ્રેમપ્રકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે

સલમાન ખાને 'ભાભી' સાથેના અર્જુનના રોમાન્સનો બદલો લીધો પિતા બોની કપૂરથી

મુંબઈ : અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની રિલેશનશીપ બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અને પ્રોડ્યુસર બોની કપૂરના દીકરા અર્જુનની રિલેશનશીપથી સલમાન બહુ અપસેટ છે. આ કારણોસર સલમાને હાલમાં બોની કપૂરની બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે. અરબાઝ અને મલાઇકાએ ગયા વર્ષે દાયકા જુના લગ્ન પછી ડિવોર્સ લીધા છે. 

ડેક્કન ક્રોનિકલના સમાચાર પ્રમાણે બોની કપૂરે પોતાની બે ફિલ્મો માટે સલમાનને સાઇન કર્યો હતો પણ હવે સલમાને આ પ્રોજેક્ટમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બોની કપૂર નજીકના ભવિષ્યમાં સલમાન સાથે વોન્ટેડ 2 અને એન્ટ્રીમાં કામ કરવાનો હતો પણ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. ચર્ચા પ્રમાણે અર્જુન અને મલાઇકાના અફેરને કારણે આ નિર્ણય લેવાયો છે. 

વર્ષ 2018માં બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ગયા વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા જેણે આ બંનેના સંબંધોના રહસ્યો ઉઘાડા પાડ્યા હતા, તેમ છતાં બંનેમાંથી એક પણ વ્યક્તિએ તેમના આ સંબંધનો આધિકારિક રીતે જાહેરમાં ક્યારેય સ્વીકાર કર્યો નથી. કપૂર પરિવારમાં થયેલી નવા વર્ષની પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે જોવા મળ્યા છે. આ પાર્ટીનો ફોટો શેર કરતા સંજય કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, 'ફેમિલી'. આમ, અર્જુનના પરિવારે મલાઇકાને સ્વીકારી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news