Salman Khan Threat: સલમાન ખાનને જીવનું જોખમ? મુંબઇ પોલીસ કમિશનરને મળ્યા એક્ટર, જાણો કેમ
Salman Khan Threat: સલમાન ખાન ઘણા વર્ષોથી ગેંગસ્ટરના નિશાના પર છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં જ ત્યારે થયો જ્યારે ગેંગસ્ટર બિશ્નોઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.
Trending Photos
Salman Khan Threat: બોલીવુડ એક્ટર સલમાન ખાન ઘણા વર્ષોથી ગેંગસ્ટરના નિશાના પર છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગેંગસ્ટર બિશ્નોઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, એક્ટરને મારવાનો પ્લાન તો 2018 માં જ બન્યો હતો, પરંતુ કોઈ કારણથી તે પ્લાન ફેલ થઈ ગયો. હવે તાજેતરમાં થોડા દિવસ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક લેટર મળ્યો હતો જેમાં ધમકી આપવામાં આવી હતી કે સલમાન અને તેમને સિદ્ધુ મુસેવાલા બનાવી દેશે. એટલે કે તેમને મારી નાખશે. આ ધમકી બાદ ભાઈજાનની સુરક્ષા એકદમ વધારી દેવામાં આવી છે.
હવે આ વચ્ચે સમાચાર છે કે સલમાન ખાન સેલ્ફ પ્રોટેક્શન, એટલે કે પોતાી સુરક્ષા માટે હથિયારના લાયસન્સ માટે એપ્લાય કર્યું છે. મુંબઇ પોલીસે આ મામલે જાણકારી આપી છે. સલમાન ખાન આજે પોલીસ કમિશનર વિવેક ફંસલકરથી મળ્યા હતા જે બાદ ચર્ચાનો વિષય બન્યો હતો કે આખરે ભાઈજાન મુંબઇ પોલીસ કમિશનરને કેમ મળ્યા હતા? હવે મુંબઇ પોલીસે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાજેરતમાં ધમકી ભર્યો લેટર મળ્યા બાદ અભિનેતા સલમાન ખાને મુંબઇ સીપી કાર્યાલયમાં સેલ્ફ પ્રોટેક્શન માટે હથિયાર લાયસન્સ માટે એપ્લાય કર્યું હતું.
#WATCH | Maharashtra: Actor Salman Khan leaves from the office of Mumbai Commissioner of Police Vivek Phansalkar pic.twitter.com/1NsJ2T375a
— ANI (@ANI) July 22, 2022
શું છે સમગ્ર મામલો?
થોડા સમય પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે જોગિંગ પર ગયાહતા. ત્યાં તેઓ જે બેંચ પર બેઠા હતા ત્યાં તેમને એક પત્ર મળ્યો જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લેટરમાં લખ્યું હતું કે, સલમાન ખાનને પણ સિદ્ધુ મુસેવાલા કરી દઇશું. આ પત્ર સલીમ ખાનને પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પછી મળ્યો હતો. આ લેટર બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, તેનાથી સલમાન ખાનની રૂટિન લાઈફમાં કોઈ ફેરફાર આવ્યો નથી. એક્ટર સતત તેમની અપકમિંગ ફિલ્મોનું શૂટિંગ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. લોરેન્સે પોતે આ વાતનો સ્વિકાર કર્યો છે. ગેંગસ્ટરે તો એમ પણ કહ્યું કે, સલમાન આજથી થોડા વર્ષ પહેલા 2018 માં પણ તેના નિશાના પર હતો, પરંતુ ત્યારે તે બચી ગયો. જોકે, લોરેન્સ હાલ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે