‘કોશ્ચ્યુમ ડિઝાઇન’ની શ્રેણીમાં OSCAR AWARD જીતનારી પહેલી અશ્વેત મહિલા બની રૂથ કાર્ટર
oscars 2019: હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થરની કોશ્ચ્યુમ ડિઝાઇનર રૂથ ઇ કાર્ટરને સર્વશ્રેષ્ઠ કોશ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર અવોર્ડ મળ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સિનેમાજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર અવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્કાર એવોર્ડમાં ભારેત ડંકો વગાડ્યો છે. ભારત પર આધારિત ફિલ્મ 'પીરિયડ્સ એન્ડ ઓફ સેન્ટેન્સ'એ ડોક્યૂમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં ઓસ્કર જીત્યો છે.
Trending Photos
નવી દિલ્હી : હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થરની કોશ્ચ્યુમ ડિઝાઇનર રૂથ ઇ કાર્ટરને સર્વશ્રેષ્ઠ કોશ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર અવોર્ડ મળ્યો છે. આ કેટેગરીમાં એકેડમી અવોર્ડ જીતનારી એ પહેલી અશ્વેત મહિલા છે. માર્વલ સિનેમેટિક યુનિવર્સ ફિલ્મ સ્ટૂડિયોનો આ પહેલો ઓસ્કાર છે. અહીં નોંધનિય છે કે, ઓસ્કાર એવોર્ડમાં ભારેત ડંકો વગાડ્યો છે. ભારત પર આધારિત ફિલ્મ 'પીરિયડ્સ એન્ડ ઓફ સેન્ટેન્સ'એ ડોક્યૂમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં ઓસ્કર જીત્યો છે. આ ફિલ્મ ભારતમાં સ્ત્રીઓનાં માસિક ધર્મને લગતી માન્યતાઓ પર આધારિત છે.
અવોર્ડની જાહેરાત પછી તરત સ્ટુડિયો માટે એક બીજા મોટા સમાચાર આવ્યા છે. પ્રોડક્શન ડિઝાઇનની કેટેગરીમાં હના બૈચલરને પુરસ્કાર દેવામાં આવ્યો. બ્લેક પેન્થરમાં કાલ્પનિક રીતે રાષ્ટ્ર વકાંડાને સિલ્વર સ્ક્રિન પર શાનદાર તરીકે ઉતારવા માટે બૈચલરને આ પુરસ્કાર દેવામાં આવ્યો્ છે.
રુથ કાર્ટરે આ સન્માનનો સ્વીકાર કરીને કહ્યું કે, ‘‘માર્વેલે ભલે પહેલા અશ્વેત સુપરહીરોની રચના કરી પણ કોશ્ચ્યુમ ડિઝાઇન કરીને અમે એને એક આફ્રિકી રાજામાં બદલી નાખ્યો. આ ફિલ્મ માટે કપડાં ડિઝાઇન કરવાનું કામ મારા માટે સન્માનની વાત છે. આફ્રિકન રાજાશાહીનું સન્માન કરવા બદલ આભાર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે