સોનમ કપૂર પ્રેગનન્ટ ? હકીકત છે કે...

હિરોઇન લગ્ન કરે એના ગણતરીના મહિનાઓમાં તેની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ જાય છે

સોનમ કપૂર પ્રેગનન્ટ ? હકીકત છે કે...

નવી દિલ્હી : ગયા વર્ષે માર્ચ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા (Anand Ahuja) સાથે લગ્ન કર્યા પછી સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં પોતાની ફિલ્મ ધ ઝોયા ફેક્ટર (The Zoya Factor)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં સોનમની પ્રેગનન્સીના સમાચાર વારંવાર ઉડી રહ્યા છે. જોકે હવે સોનમે આ વાતનો જવાબ આપ્યો છે. સોનમે કહ્યું છે કે એ વાત સાચી છે કે મારી આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટર માટે મેં 10 કિલો વજન વધાર્યું હતું જેના કારણે હું થોડી જાડી થઈ ગઈ હતી. જોકે ભાગ્યવશ હું પ્રેગનન્ટ નથી અને મેં 6 કિલો વજન ઘટાડી લીધું છે. 

બોલિવૂડની બબલી ગર્લ સોનમ કપૂર પોતાના ફેશનેબલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. આ ફિલ્મનું ટ્રેલર પહેલાં 27 ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન હતું પણ જ્યોતિષીઓની સલાહ માનીને એને 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news