રિયા ચક્રવર્તીની આજની રાત ભાયખલા જેલમાં, આવતીકાલે થશે જામીન પર સુનાવણી

રિયા ચક્રવર્તીની આજની રાત ભાયખલા જેલમાં, આવતીકાલે થશે જામીન પર સુનાવણી
  • મુંબઇના એક સ્થાનિક મેજિસ્ટ્રેટનો રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ
  • આવતીકાલે રિયાની જામીન અરજી પર થશે સુનાવણી

નવી દિલ્હી: એક્ટર સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીને બુધવાર સવારે મુંબઇની ભાયખલા જેલ મોકલવામાં આવી છે. મુંબઇના એક સ્થાનિક મેજિસ્ટ્રેટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને મંગળવાર મોડી રાત્રે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રિયાને રાત્રે એનસીબીના લોકઅપમાં જ રાખવામાં આવી હતી.

આ વચ્ચે રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે રિયા અને તેના ભાઇ શોવિકની જામીન અરજી પર મુંબઇની વિશેષ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. તેનો અર્થ છે કે, રિયા ચક્રવર્તીને આજની રાત ભાયખલા જેલમાં રહેવું પડશે. આવતીકાલે તેની જામીન અરજી પર સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કંડ્રોલ બ્યૂરો (એનસીબી)એ મંગળવારના રિયાની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં કસ્ટડીમાં લેવાથી ઇનકાર કરતા 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી, જે મંજૂર થઇ કરાઇ હતી. એનસીબીએ ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવા માટે બપોર 3.30 વાગ્યે રિયાની ધરપકડ કરી. તે પહેલા એનસીબીએ ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news