સેક્સ ટ્રાફિકિંગ પર બેસ્ટ છે આ ફિલ્મ, ગર્લ્સને દેખાડવા માંગે છે રિચા ચડ્ઢા
આ ફિલ્મનું નિર્દેશન તબરેજ નુરાની કરી રહ્યા છે. નુરાની આ પહેલા ‘લાઇફ ઓફ પાઇ’, ‘જીરો ડોટ થર્ટી’ અને ‘સ્લમડોગ મિલેનિયર’ જેવી ફિલ્મો સાથે જોડાયેલા છે.
Trending Photos
મુંબઇ: એક્ટ્રેસ રિચા ચડ્ઢા સેક્સ ટ્રાફિકિંગ પર જાગરૂક્તા લવવા માટે દેશભરના નાના શહેરોમાં પોતાની નવી ફિલ્મ ‘લવ સોનિયા’ના સ્ક્રીનિંગ કરવા માંગે છે. રિચાએ કહ્યું કે સિનેમાની અત્યાર પણ એક વિશાળ આબાદી સુધી પહોંચી નથી અને ‘લવ સોનિયા’ અને તેની થીમ જરૂરી છે. હાલના સમયે છોકરીઓ કડવી વાસ્તવિક્તાથી રૂબરૂ હોવી જોઇએ.
રિચાએ ક્યું કે છોકરીઓ માટે શિક્ષા જરૂરૂ છે. તો ફિલ્મની રિલીઝ પર, હું આ ફિલ્મને નાના શહેરોમાં છોકરીઓને બતાવવા અને વ્યાપક જાગરૂક્તા લાવવા અને વાર્તાલાપ શરૂ કરવાની મદદ કરવા માટે સ્ક્રીનિંગનું આયોજન કરવાની યોજના કરી રહીં છું.
‘લવ સોનિયા’ એક 17 વર્ષની છોકરી પર આધારીત છે. જે વિશ્વમાં ફેલાયેલ માનવ તસ્કરીનો સામનો કરે છે. તે તેની બહેનને સેક્સ ટ્રાફિકિંગમાંથી બચાવવા માટે નિકળે છે. બંને બહેનો વચ્ચે પ્રેમ ભર્યો સંબધ અને પછી જિસ્મ ફરોશીના ધંધામાં તેને ધકેલવા માટેની આખી વાર્તા 2 મીનીટના ટ્રેલરમાં દેખાડવામાં આવી છે.
આ ફિલ્મનું નિર્દેશન તબરેજ નુરાની કરી રહ્યા છે. નુરાની આ પહેલા ‘લાઇફ ઓફ પાઇ’, ‘જીરો ડોટ થર્ટી’ અને ‘સ્લમડોગ મિલેનિયર’ જેવી ફિલ્મો સાથે જોડાયેલા છે. ફિલ્મનું ટ્રેલર કાફી કંવેસિંગ છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર સ્લમડોગ મિલેનિયર ફેમ ફ્રિડા પિંટોએ કહ્યું, દેહ વ્યાપાર વર્ષોથી ચાલી રહ્યો છે. ફિલ્મોના માધ્યમ દમદાર છે. એવામાં જ્યારે તમને ખબર પડે કે આવો કોઇ વિષય છે, જેના પર ફિલ્મ બનવી જોઇએ તો આ વૈશ્વિક સંવાદને શરૂ કરી દે છે.
ફિલ્મમાં મનોજ બાજપેયી, રિચા ચડ્ઢા, રાજકુમાર રાવ, અનુપમ ખેર, સઇ તામ્હણકર, આદિલ હુસેન, ડેમી મુરે ઓર ફ્રીડા પિંટો સામેલ છે. ‘લવ સોનિયા’ 14 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે