ડ્રગ્સ કનેક્શનમાં NCB તૈયાર કર્યું બોલીવુડ સિતારાઓનું લિસ્ટ, પાર્ટીઓને પણ થયો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતના મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી  NCBની ટીમે પોતાનું ડોઝિયર તૈયાર કરી લીધું છે. આ ડોઝિયરમાં આશરે 25 બોલીવુડ સેલિબ્રિટીના નામ પણ છે. 
 

 ડ્રગ્સ કનેક્શનમાં NCB તૈયાર કર્યું બોલીવુડ સિતારાઓનું લિસ્ટ, પાર્ટીઓને પણ થયો ખુલાસો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ બ્યૂરો (NCB) ની ટીમે પોતાનું ડોઝિયર તૈયાર કરી લીધું છે. આ ડોઝિયરમાં આશરે 25 બોલીવુડ સેલિબ્રિટીના પણ નામ છે, જેનો ખુલાસો રિયા ચક્રવર્તીની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી થયો છે. 

એનસીબીએ આ ડોઝિયરમાં કાર્ટેલ એ, કાર્ટેલ બી, સીના ભાગમાં આ બોલીવુડ સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે. NCBની સામે તેમાંથી કેટલાક નામોનો ખુલાસો શોવિક અને રિયા ચક્રવર્તીએ કર્યો છે. 

સૂત્રો પ્રમાણે, તો એનસીબીએ ડ્રગ્સ પેડલર પાસેથી જે ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ જપ્ત કરી હતી તેમાં ઘણા બોલીવુડ કનેક્શન સામે આવ્યા છે. ત્યારબાદ એનસીબીની એસઆઈટી ટીમે ડોઝિયર તૈયાર કર્યું છે.

હવે એનસીબી તરફથી જલદી આ બધાને સમન મોકલવામાં આવશે અને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. હજુ આ લિસ્ટને એનસીબીના વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યું છે.

આમને-સામનેઃ કંગનાને BMCએ ફટકારી નોટિસ, ઓફિસ તોડવાની આપી ધમકી 

એટલું જ નહીં રિયા ચક્રવર્તીએ NCB સામે પોતાના નિવેદનમાં કહ્યું કે, તે ગાંજાની સાથેકોઈ કેમિકલ્સ પણ લેતી હતી. સાથે સુશાંતની ફિલ્મોના સેટ પર ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. 

એનસીબીની સામે રિયાએ ખુલાસો કર્યો છે કે સુશાંતના કો-સ્ટાર અને અન્ય કેટલાક સ્ટારને પણ સમન મોકલવામાં આવશે. એટલું જ નહીં રિયા ચક્રવર્તીએ NCBને તે પાર્ટીઓના નામ પણ આપ્યા છે, જ્યાં ડ્રગ્સ લેવામાં આવતું હતું. હકીકતમાં એનસીબી સતત રિયાને તેની ભૂમિકા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અલગ-અલગ લોકો વિશે સતત સવાલ પૂછી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news