'ડ્રગ્સ કેસમાં રિયા અને શોવિકને થઇ શકે છે 10 થી 20 વર્ષની સજા'

વધુ એક પ્રશ્નના જવાબમાં એજન્સીના અધિકારીએ કહ્યું કે આ ડ્રગ્સ કાર્ટેલમાં ફ્કત સુશાંત સિંહ જ નહી. એજન્સીએ અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરી છે. આ કેસ સુશાંતને મુખ્ય આરોપી બનાવીને ચલાવવામાં આવી રહ્યો નથી.

'ડ્રગ્સ કેસમાં રિયા અને શોવિકને થઇ શકે છે 10 થી 20 વર્ષની સજા'

નવી દિલ્હી: બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ નેક્સસની તપાસ કરી રહેલી એનસીબીએ બુધવારે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે તેણે કોઇપણ અભિનેત્રીને ક્લિનચિટ આપી નથી. આ ઉપરાંત એનસીબીએ જણાવ્યું કે રિયા અને શોવિકને ડ્રગ્સ કેસમાં 10 થી 20 વર્ષ સુધી સજા થઇ શકે છે. 

એક દૈનિક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર જ્યારે એજન્સીને પૂછવામાં આવ્યું કે રિયાના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે આ કેસનો સુશાંતના કેસ સાથે સંબંધ છે. આનું શું મહત્વ છે? તો તેના જવાબમાં એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે આ ખોટી વ્યાખ્યા છે. સુશાંતના મોત સાથે અમારે કોઇ લેવાદેવા નથી. સુશાંતનો કેસ સીબીઆઇ જોઇ રહી છે. અમારી તપાસ ફક્ત ડ્રગ્સ કોર્ટેલ સાથે જોડાયેલી છે.  

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

-ફક્ત એક વ્યક્તિ નહી આખી ટુકડી છે
વધુ એક પ્રશ્નના જવાબમાં એજન્સીના અધિકારીએ કહ્યું કે આ ડ્રગ્સ કાર્ટેલમાં ફ્કત સુશાંત સિંહ જ નહી. એજન્સીએ અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરી છે. આ કેસ સુશાંતને મુખ્ય આરોપી બનાવીને ચલાવવામાં આવી રહ્યો નથી. એક મોટું સિંડિકેટ છે. અરેસ્ટ કરવામાં આવેલા લોકો પર ડ્રગ્સ રાખવા, તેનું પેમેન્ટ કરવા અને નાણાકીય મદદ કરવાના આરોપ લાગ્યા છે. 

- કોઇને આપી નથી ક્લિનચિટ
ટોપ અભિનેત્રીને ક્લિનચિટના રિપોર્ટ્સ પર અધિકારીએ કહ્યું કે કોઇપણ સ્ટારને ક્લિનચિટ આપવાના સમાચાર ફક્ત અફવા છે. આ ખોટું અને સત્યથી દૂર છે. અમારી તપાસ ચાલુ છે, જેમ જેમ પુરાવા મળશે, અમે આગળ પણ સમન્સ મોકલતા રહીશું. 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

- રિયા અને શોવિકને થઇ શકે છે 10 થી 20 વર્ષથી સજા
તપાસ દરમિયાન મળનાર ગાંજા અને ચરસની માત્રાને લઇને અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી આ કેસની તપાસમાં કોમર્શિયલ માત્રામાં ચરસ અને ગાંજો મળી આવ્યો છે. અત્યાર સુધી અમે 1.5 કિલો ચરસ અને મોટીમાત્રામાં ગાંજો મળ્યો છે. આ એક સુનિયોજિત ક્રાઇમ છે અને તેનો પુરી ગેંગ છે. તેમાં રિયા અને શોવિકને 10 થી 20 વર્ષ સુધી સજા તો બને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news