ડ્રગ્સ કેસમાં દિગ્ગજ અભિનેતાઓના નામ ઉછળ્યા, NCBએ શું કહ્યું તે જાણો

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. રિયા તો જેલમાં છે. આ બધાની પૂછપરછના આધારે એનસીબી (NCB) આગળની રણનીતિ તૈયાર કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે. 
ડ્રગ્સ કેસમાં દિગ્ગજ અભિનેતાઓના નામ ઉછળ્યા, NCBએ શું કહ્યું તે જાણો

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. રિયા તો જેલમાં છે. આ બધાની પૂછપરછના આધારે એનસીબી (NCB) આગળની રણનીતિ તૈયાર કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે. 

એવા મીડિયા રિપોર્ટ હતા કે NCB દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રિયા ચક્રવર્તી સાથે પૂછપરછના આધારે S, R, A, D નામના અભિનેતાઓની પૂછપરછ કરી શકે છે. આ રિપોર્ટમાં S નો અર્થ શાહરૂખ ખાન, R નો મતલબ રણબીર કપૂર, A નો અર્થ અર્જૂન રામપાલ અને Dનો અર્થ ડિનો મોરિયા કાઢવામાં આવ્યો છે. 

અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડલાઈફ ડોટ કોમના અહેવાલ મુજબ જો કે એનસીબીએ આ પ્રકારના અહેવાલોને સદંતર ફગાવી દીધા છે. એનસીબીએ આ ખબર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે S, R, A, D પર કોઈ પણ આધાર વગર આ અહેવાલ ચલાવવામાં આવી રહ્યો છે. જે પાયાવિહોણો છે. તેઓ કયા લોકોની પૂછપરછ કરવાના છે, તે જાણકારી હજુ સુધી કોઈની પાસે નથી અને આવામાં કોઈ પણ કલાકારના નામનો ફક્ત અંદાજો લગાવીને ડ્રગ્સ કેસમાં જોડવું યોગ્ય નથી. આ કલાકારોને સમન બજાવ્યું હોવાના પણ રિપોર્ટ્સ હતા જે એનસીબીએ ફગાવ્યા છે. 

અત્રે જણાવવાનું કે અખબારે પોતાના રિપોર્ટમાં એનસીબી સંલગ્ન એક સૂત્રના આધારે વિગતો આપી હતી. રિપોર્ટ બાદથી શાહરૂખ ખાન, રણબીર કપૂર, અર્જૂન રામપાલ અને ડિનો મોરિયાના ફેન્સ ખુબ નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ ટ્વિટર પર સતત પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 
(અહેવાલ સાભાર-બોલિવુડલાઈફ ડોટ કોમ) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news