એકતા અને મોનામાં બહુ મોટો ઝઘડો, દુનિયાને ખબર પડી ગઈ કારણ કે...
ટીવી ઇન્ડસ્ટ્રીમાં એકતા કપૂર અને મોના સિંહની ગણતરી બેસ્ટ ફ્રેન્ડ્સ તરીકે થાય છે
Trending Photos
મુંબઈ : થોડા સમય પહેલાં પ્રોડ્યુસર એકતા કપૂર અને એક્ટર દિવ્યાંકા ત્રિપાઠી વચ્ચે ઝઘડાના સમાચાર આવ્યા હતા અને હવે માહિતી મળી છે કે પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની બેસ્ટ ફ્રેન્ડ મોના સિંહ વચ્ચે સંબંધો વણસી ગયા છે. મોના અને એકતાએ સાથે મળીને અનેક શો બનાવ્યા છે અને મોના ઘણીવાર એકતાના ઘરે પણ જોવા મળે છે. જોકે મળતા માહિતી પ્રમામે હાલમાં તેઓ એકબીજા સાથે વાતચીત નથી કરતા અને તેમણે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. તેમની આ હરકતથી આખી દુનિયાને તેમની વચ્ચેની સમસ્યા વિશે માહિતી મળી ગઈ છે.
શુક્રવારે એકતા પોતાન બે વેબ સિરીઝ MOM (મિશન ઓવર માર્સ) અને કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલાના લોન્ચ પર પહોંચી હતી. આ ઇવેન્ટમાં બંને સિરીઝના એક્ટર્સ હાજર હતા પણ મોના સિંહ ગાયબ હ તી. મોના સિંહ અને એકતા કપૂરની MOMમાં સાક્ષી તંવર, નિધી સિંહ તેમજ પોલોમી ઘોષ પણ છે.
મીડિયાને માહિતી આપવામાં આવી હતી કે મોના સિંહની તબિયત સારી ન હોવાને લીધે એ ઇવેન્ટમાં આવી નથી. જોકે ચર્ચા પ્રમાણે વિખવાદને કારણે મોનાએ ઇવેન્ટમાં આવવાનું પસંદ નહોતું કર્યું. મોના અને એકતાએ સાથે મળીને ક્યા હુઆ તેરા વાદા, ઇતના કરો ના મુઝે પ્યાર, કવચ અને કહેને કો હમસફર હૈંમાં કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે