'રામાયણ'માં કૈકઇ બની દરેક ઘરમાં છવાઇ હતી પદ્મા ખન્ના, હએ કરી રહી છે આ કામ

80ના દાયકામાં ટીવી સીરિયલ 'રામાયણ'માં જે કલાકારે જે પાત્ર ભજવ્યું તેને તે જ નામથી અસલી જીવનમાં પણ તેમને તે નામથી ઓળખાવા લાગ્યા હતા. રામની સાવકી માતા કૈકઇનું પાત્ર ભજવીને ફિલ્મ એક્ટ્રેસ પદ્મા ખન્નાએ પણ ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી હતી.

'રામાયણ'માં કૈકઇ બની દરેક ઘરમાં છવાઇ હતી પદ્મા ખન્ના, હએ કરી રહી છે આ કામ

નવી દિલ્હી: 80ના દાયકામાં ટીવી સીરિયલ 'રામાયણ'માં જે કલાકારે જે પાત્ર ભજવ્યું તેને તે જ નામથી અસલી જીવનમાં પણ તેમને તે નામથી ઓળખાવા લાગ્યા હતા. રામની સાવકી માતા કૈકઇનું પાત્ર ભજવીને ફિલ્મ એક્ટ્રેસ પદ્મા ખન્નાએ પણ ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી હતી. પદ્માએ આ રોલને એટલો સારી રીતે ભજવ્યો હતો કે લોકો ખરેખર તેમને ભગવાન રામને વનવાસ મોકલનાર કૈકઇ સમજવા લાગ્યા હતા. હવે પદ્મા લાંબા સમયથી ભારતીય સિનેમા અને ટીવીની દુનિયાથી દૂર છે. આવો જાણીએ કે હવે ક્યાં અને કેવી છે પદ્મા ખન્ના.

1970ના દાયકામાં હિંદી અને ભોજપુર ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રી તથા સુપ્રદ્ધિ ટેલિવિઝન ધારાવાહિક રામાયણમાં કૈકયીનું પાત્ર ભજવનાર પદ્મા ખન્ના આજકાલ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ડાન્સ સ્કૂલ ચલાવી રહી છે. વર્ષ 2013માં ન્યૂ જર્સી એક જાણિતા સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં પદ્મા ખન્નાએ જણાવ્યું હતું ક એ તે ન્યૂ જર્સીમાં એક ડાન્સ સ્કૂલ ઇન્ડિયનિકા ડાન્સ એકેડમીનું સંચાલન કરી રહી છે, પરંતુ અભિનયથી તેમનો નાતો તૂટ્યો નથી. 

આ ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું કે તેમણે મુંબઇથી હજુપણ ઓફર આવે છે અને જો કોઇ ખાસ ભૂમિકા મળે તો તે પડદા પર ફરીથી ઉતરવા માટે તૈયાર છે. ફક્ત 12 વર્ષની ઉંમરમાં ભોજપુરી ફિલ્મ 'ભૈયા'થી એક્ટિંગ ડેબ્યૂ કરનાર પદ્માએ બનારસ ઘરાનાના પંડિત કિશન મહારાજ પાસેથી કથકની પ્રારંભિક તાલીમ પ્રાપ્ત કરી અને 2 વર્ષની ઉંમરમાં જ સ્ટેજ શો કરવા લાગી હતી. ત્યારે તેમણે ભોજપુરી ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું. 

આ રીતે મળી બોલીવુડમાં ઓળખ
શરૂઆતમાં પદ્મા સિન્હાએ હિંદી ફિલ્મોમાં નાની મોટી ભૂમિકા ભજવી. પરંતુ 1971માં 'જાની મેરા નામ' ફિલ્મમાં કેબરે ડાન્સરના રૂપમાં સામે આવીને તેમણે પોતાને હેલનની બાજુમાં ઉભી કરી દીધી. તેમણે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું. જેમાં બીવી ઔર મકાન, સંઘર્ષ, દાસ્તાન, હિંદુસ્તાન કી કસમ, રામપુર કા લક્ષ્મણ અને સૌદાગર મુખ્ય છે. 

પદ્માના લગ્ન ફિલ્મ નિર્દેશક જગદીશ સિદાના સાથે થયા હતા અને તે 1990ના દાયકામાં અમેરિકા આવી ગઇ. અહીં તેમણે ડાન્સ સ્કૂલ ખોલી. પતિના મોત બાદ હવે પદ્મા એકલી જ આ સ્કૂલ સંભાળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news