Ramayan: દેશમાં ફરી શરૂ થશે 'રામાયણ'નું પ્રસારણ, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો આ સીરિયલ
હવે રામાયણના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી રામાયણનું પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. આવો જાણીએ ક્યા સમયે અને કઈ ચેલન પર આવશે રામાયણ.
Trending Photos
નવી દિલ્હીઃ Ramayan re telecast: કોરોના મહામારીએ એકવાર ફરી પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. સતત લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેની અસર હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર પણ જોવા મળી છે. એક બાદ એક સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. તો દેશમાં લૉકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. તેવામાં એકવાર ફરી પાછલા વર્ષની જેમ રામાનંદ સાહરની રામાયણનું પ્રસારણ કરવામાં આવશે. પાછલા વર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. હવે રામાયણના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી રામાયણનું પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. આવો જાણીએ ક્યા સમયે અને કઈ ચેલન પર આવશે રામાયણ.
पावन हो जाएगा मन
जब प्रभु श्रीराम के होंगे दर्शन।
देखिए #रामायण #ramayan
हर शाम 7 बजे, STAR भारत पर। pic.twitter.com/6Y5gHXhgSd
— STAR भारत (@StarBharat) April 13, 2021
રામાનંદ સાગરની રામાયણ એકવાર ફરી દર્શકોને મનોરંજન કરાવવા માટે તૈયાર છે. રામાયણ ફરી શરૂ થઈ રહી છે. તેને સ્ટાર ભારત ચેનલ પર સાંજે 7 કલાકે પ્રસારિત કરવામાં આવશે. હવે એકવાર ફરી દર્શકો ઘરે રામના દર્શન કરી શકશે. વિભિન્ન રાજ્યોમાં લૉકડાઉન લગાવવાની માંગ ઉઠી રહી છે. આ મહિને 21 એપ્રિલે રામ નવમીનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં આ સીરિયલ શરૂ થવી દર્શકો માટે ખાસ ભેટ છે.
તમને જણાવી દઈએ કે આ રામાયણમાં રામ લક્ષ્મણ, સીતા અને રાવણની મહત્વપૂર્ણ ભૂમિકામાં અરૂણ ગોવિલ, સુનીલ લહરી, દીપિકા ચિખલિયા અને અરવિંદ ત્રિવેદી હતી. તો રામાયણે ભારતના દરેક ઘરમાં અલગ ઓળખ બનાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે