Ram Mandir: ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પર ખુશ થઈ કંગના રનૌત, લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ વીડિયો

Ram Mandir Prana Pratishtha: આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પ્રસંગે રામ મંદિરમાં અનેક મોટી હસ્તિઓ હાજર રહી હતી. આ વચ્ચે અભિનેત્રી કંગનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Ram Mandir: ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પર ખુશ થઈ કંગના રનૌત, લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ Ram Mandir Kangana Ranaut Video: આજે સોમવાર 22 જાન્યુઆરી દેશ માટે મોટો દિવસ છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ખાસ ક્ષણની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. સાથે સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ સાથે અયોધ્યામાં યોજાયેલા સમારોહમાં અનેક દિગ્ગજ હસ્તિઓ હાજર રહી હતી. 

આ ભવ્ય સમારોહમાં નેતાઓથી લઈને અભિનેતા અને સિંગર્સ સામેલ છે, જે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ વચ્ચે પોતાના બેબાક અંદાજ અને નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતને એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગના રામભક્તિમાં ડૂબેલી લાગી રહી છે. તે જય શ્રી રામના નારા લગાવી રહી છે.

રામમય થઈ કંગના રનૌત
વીડિયોમાં અભિનેત્રીના ચહેરા પરની ખુશીનો અદ્ભુત અનુભવ કરી શકાય છે. આ વીડિયો ખુદ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ દરમિયાન અભિનેત્રી સફેદ અને લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે. સાથે તે ટ્રેડિશનલ લુકને ફોલો કરતી જોવા મળી રહી છે. પોતાના વીડિયોને શેર કરતા કંગનાએ લખ્યું- રામ આવી ગયા અને સાથે તેણે એક લાલ ધ્વજની ઈમોજી શેર કરી છે. 

આ સિવાય તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી અયોધ્યા રામ મંદિરની બહાર ઉભી છે અને તેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જો અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ તેજસમાં જોવા મળી હતી. હવે તે ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news