રિયલ લાઈફમાં પુષ્પરાજની પોલીસે વધારી મુશ્કેલીઓ, અલ્લુ અર્જુન સામે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Pushpa 2: હૈદરાબાદમાં પુષ્પા 2ના પ્રી-પ્રીમિયરને લઈને અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી છે. આ સમગ્ર મામલે અભિનેતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવતા અભિનેતાના ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.

રિયલ લાઈફમાં પુષ્પરાજની પોલીસે વધારી મુશ્કેલીઓ, અલ્લુ અર્જુન સામે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Allu Arjun: એક તરફ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ને થિયેટરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ સમાચાર ફેન્સને ચોંકાવી શકે છે. હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે સાંજે ફિલ્મનો પેઇડ પ્રીમિયર શો યોજાયો હતો. અલ્લુ આ પ્રીમિયરમાં જાણ કર્યા વગર આવ્યો હતો. અભિનેતાને જોવા માટે તેના ફેન્સની ભીડ ઉમટી પડી હતી. જે બાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો 9 વર્ષનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં અલ્લુ અર્જુન સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

નિર્માતાઓની પ્રતિક્રિયા
'પુષ્પા 2'ના નિર્માતાઓએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે, 'ગઈ રાત્રે સ્ક્રીનિંગ દરમિયાન જે થયું તે ખૂબ જ દુઃખદ હતું. અમારી પ્રાર્થના મૃતકના પરિવાર સાથે છે. અમે સારવાર લઈ રહેલા બાળકના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં પરિવારની સાથે છીએ. દુઃખની સાથે મૈધ્રી મૂવી મેકર્સ.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો 4 ડિસેમ્બરનો છે. એટલે કે ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થવાના એક દિવસ પહેલા. આ ફિલ્મનું પ્રી-પ્રીમિયર પેઇડ સ્ક્રીનિંગ સંધ્યા થિયેટરમાં યોજાયું હતું. જ્યાં અભિનેતા તેના ફેન્સને સરપ્રાઈઝ આપવા પહોંચ્યો હતો. અભિનેતાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ભારે ભીડના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યાર બાદ લાઠીચાર્જના અહેવાલો પણ સામે આવ્યા હતા. આ નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. નોંધનીય છે કે, ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મમાં અલ્લુ સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news