આવી ગયો પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નનો First Photo

રાજસ્થાનના જોધપુરમાં ચાર દિવસના ડેસ્ટિનેશન વેડિંગ બાદ હવે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસ ફેમેલીની સાથે દિલ્હી આવી ગયા છે. 
 

 આવી ગયો પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નનો First Photo

નવી દિલ્હીઃ લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડી દિલ્હીમાં આજે પોતાના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન આપશે. પોતાના રિસેપ્શન પહેલા પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લગ્નની પ્રથમ તસ્વીર સામે આવી ગઈ છે. જેનો આ જોડીના ફેન્સ રાહ જોઈ રહ્યાં હતા. દેશી ગર્લ અને વિદેશી દૂલ્હેની આ જોડીએ બે દિવસ પહેલા જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્ચન અને હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 

તેવામાં ક્રિશ્ચન અંદાજમાં પ્રિયંકા સફેદ ગાઉનમાં જોવા મળી તો, પોતાના ઈન્ડિયન લગ્નમાં પ્રિયંકાએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે. પ્રિયંકાએ ક્રિશ્ચન લગ્ન માટે રાલ્ફ લોરેનનું ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું, જ્યારે ભારતીય લગ્નમાં પ્રિયંકાએ દીપિકાની જેમ જ ફેશન ડિઝાઇનર સબ્યસાચીના લહેંગામાં જોવા મળી હતી. 

આ લગ્નમાં સંગીત અને મેંહદીમાં કેવી મસ્તી થઈ, તેના કેટલાક ફોટો તો પ્રિયંકાએ પોસ્ટ કરી દીધા છે. હાલમાં આ જોડીનું એક મોસ્ટ રોમેન્ટિક ફોટોશૂટ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

જોધપુરમાં રોયલ વેડિંગ રચનાવનાર પ્રિયંકાએ પોતાની મેહંદી અને સંગીતના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પ્રિયંકા અને નિકના લગ્નની તસ્વીરોને જીઓને ખ્યાલ આવે કે, આ તકે ખૂબ મસ્તી કરી હશે. બે રીતિ-રિવાજોથી થયેલા આ લગ્નમાં વરમાળા દરમિયાન પ્રિયંકા ચોપડા ઇમોશનલ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રિયંકા પોતાના પિતાને યાદ કરતા ભાવુક થઈ ગઈ હતી. 

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

તમામ ફોટો સાભારઃ  @team_pc_/instagram

રાજસ્થાનના જોધપુરમાં ચાર દિવસના ડેસ્ટિનેશન વેડિંગ બાદ હવે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસ ફેમેલીની સાથે દિલ્હી આવી ગયા છે. દિલ્હીમાં આ કપલ પરિવારજનોને આજે રિસેપ્શન પાર્ટી આપશે. દિલ્હીની આ પાર્ટીમાં વડાપ્રધાન મોદી હાજરી આપે તેવી પણ સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news