ગુજ્જુ એક્ટરે બળાપો ઠાલવ્યો 'પોલીસે મને ખભાથી ખેંચીને કલાકો સુધી અજાણ્યા ગોડાઉનમાં બેસાડી રાખ્યો હતો'

મુંબઈમાં ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વ. લતા મંગેશકર એવૉર્ડ લેવા માટે પહોંચ્યા હતા. જેના માટે કેટલાક રસ્તાઓ વીઆઈપી મૂવમેન્ટ માટે રખાયા હતા. ત્યારે, આ વીઆઈપી મૂવમેન્ટનો શિકાર બન્યા ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધી. પ્રતીક ગાંધી હાઈવે પર જઈ રહ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રી મોદીની વીઆઈપી મૂવમેન્ટના કારણે મુંબઈ પોલીસ સાથે વિવાદ થયો હતો.

ગુજ્જુ એક્ટરે બળાપો ઠાલવ્યો 'પોલીસે મને ખભાથી ખેંચીને કલાકો સુધી અજાણ્યા ગોડાઉનમાં બેસાડી રાખ્યો હતો'

મુંબઈઃ મુંબઈમાં ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વ. લતા મંગેશકર એવૉર્ડ લેવા માટે પહોંચ્યા હતા. જેના માટે કેટલાક રસ્તાઓ વીઆઈપી મૂવમેન્ટ માટે રખાયા હતા. ત્યારે, આ વીઆઈપી મૂવમેન્ટનો શિકાર બન્યા ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધી. પ્રતીક ગાંધી હાઈવે પર જઈ રહ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રી મોદીની વીઆઈપી મૂવમેન્ટના કારણે મુંબઈ પોલીસ સાથે વિવાદ થયો હતો. જેના પગલે પોલીસે એક્ટરને કલાકો સુધી ગોડાઉનમાં બંધ રાખ્યા હતા. જે અંગે પ્રતીકે સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢ્યો છે.

મારું અપમાન કર્યું પોલીસેઃ પ્રતીક 
પ્રતીક ગાંધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, મુંબઈ વેસ્ટર્ન હાઈવે વીઆઈપી મૂવમેન્ટના કારણે જામ હતું. જેથી હું શૂટના લોકેશન સુધી પહોંચવા માટે રસ્તા પર ચાલવા લાગ્યો હતો. દરમિયાન પોલીસે મને ખભાથી ખેંચીને એક માર્બલના ગોડાઉનમાં રાખ્યો. 
 

— Pratik Gandhi (@pratikg80) April 24, 2022

પ્રતીકની પોસ્ટ બાદ અનેક યુઝર્સે કમેન્ટ કરી. એક યુઝરે લખ્યું 'હર બાર રિસ્ક હૈ તો ઈસ્ક હૈ નહીં હોતા મોટા ભાઈ'. તો તેના જવાબમાં પ્રતીક લખ્યું કે, 'ભાઈ કોઈ રિસ્ક નહીં સિર્ફ કામ પે જા રહા થા'. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, પ્રધાનમંત્રી મુંબઈમાં છે. તેનો જવાબ પણ પ્રતીકે આપ્યો અને કહ્યું તેને આ વિશે ખબર ન હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news