સોનમે પોસ્ટ કરી એક તસવીર અને આખો દિવસ રહી ચર્ચામાં કારણ કે...

સોનમ હંમેશા બોલિવૂડની ફેશન ડીવા રહી છે અને તે નિયમિત રીતે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેયર કરતી રહે છે

સોનમે પોસ્ટ કરી એક તસવીર અને આખો દિવસ રહી ચર્ચામાં કારણ કે...

મુંબઈ : સોનમ કપૂરની ગણતરી બોલિવૂડની ફેશન ક્વિન તરીકે થાય છે. તે પોતાની એક્ટિંગ કરતા પણ ફેશન સેન્સને કારણે વધારે જાણીતી છે. સોનમ કપૂર સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલી નાનીનાની વાતો શેયર કરે છે. 

સોનમ કપૂરે હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે. હકીકતમાં દરેક વ્યક્તિને વૃદ્ધ થવાનો ડર લાગે છે અને દરેક વ્યક્તિ પોતાની ત્વચા અને લુક માટે સભાન હોય છે. સોનમે હાલમાં પોતાની જે તસવીર શેયર કરી છે એમાં તેનો ઘડપણનો લુક દેખાઈ રહ્યો છે. આ તસવીર કોઈ ચાહકે ફોટોશોપ કરી છે અને એેને સોનમે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેયર કરી છે. સોનમે કમેન્ટ કરી છે કે તે 70-80 વર્ષની થશે ત્યારે આવી દેખાશે. 

સોનમ કપૂર હાલમાં ફિલ્મ ઝોયા ફેક્ટરમાં કામ કરી રહી છે. આ ફિલ્મની વાર્તા લેખિકા અનુજા ચૌહાણના આ નામના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો સુપરસ્ટાર દુલકર સલમાન છે. આ ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ 20 સપ્ટેમ્બર, 2019ના દિવસે નક્કી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news