સાઇના નેહવાલની બાયોપિક માટે આમ તૈયારી કરી રહી છે પરિણીતિ ચોપડા

પરિણીતિએ કહ્યું, સાઇના કોર્ટ પર પોતાના હાથ, રેકેટ, આક્રમકતાનો ઉપયોગ કેમ કરે છે, આ કંઇક એવું છે જેને હું મારા વ્યક્તિત્વના ભાગના રૂપમાં સામેલ કરવા ઈચ્છુ છું. 
 

સાઇના નેહવાલની બાયોપિક માટે આમ તૈયારી કરી રહી છે પરિણીતિ ચોપડા

નવી દિલ્હીઃ દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપિક ફિલ્મમમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી પરિણીતિ ચોપડા પાત્રમાં ઢળવા માટે દરરોજ બે કલાક સાઇનાના મેચના ફુટેજ અને જાહેર અપીલના વીડિયો જોઈ રહી છે. ફિલ્મ 'ઇશ્કજાદે'ની અભિનેત્રી પાત્ર સાથે ન્યાય કરવા માટે કોર્ટ અને કોર્ટની બહાર સાઇનાના હાવભાવ, બોડી લેંગ્વેજને સમજવાનો પ્રયત્ન કરી રહી છે. 

પોતાની તૈયારીના સંબંધમાં એક નિવેદનમાં પરિણીતિએ કહ્યું, હું વિઝ્યુલ લર્નર છું. તેણે કહ્યું,'હું મારી ટ્રેનિંગ ટીમ, અમોત ગુપ્તે સર અને અન્ય પાસેથી સૌથી મહત્વપૂર્ણ સલાહ મેળવી કે મારે સાઇનાના મેચ જરૂર જોવા જોઈએ.' મેં વધુ બેડમિન્ટનની મેચ જોઈ નથી અને વાસ્તવમાં તેમ જ રમવા ઈચ્છું છું જેમ તે (સાઇના) રમે છે. 

પરિણીતિએ કહ્યું, સાઇના કોર્ટ પર પોતાના હાથ, રેકેટ, આક્રમકતાનો ઉપયોગ કેમ કરે છે, આ કંઇક એવું છે જેને હું મારા વ્યક્તિત્વના ભાગના રૂપમાં સામેલ કરવા ઈચ્છુ છું. તેથી મારે સાઇનાના તમામ મેચ અને વીડિયો જોવા છે. ટી-સિરીઝના ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર નિર્મિત બાયોપિક આગામી વર્ષે રિલીઝ થાય તેવી આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news