નક્સલવાદનો છે કલંકીત ઇતિહાસ: 10 એવા હુમલા જેણે દેશને વિચલિત કરી દીધો
દંતેવાડામાં થયેલા હુમલામાં ભાજપનાં ધારાસભ્ય ઉપરાંત 5 જવાનો પણ શહીદ થયા છે
Trending Photos
અમદાવાદ : છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ ભાજપનાં એક ધારાસભ્યના કાફલાને નિશાન બનાવીને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નિપજ્યું છે. દંતેવાડામાં આ નક્સલવાદી હુમલો તે સમયે થયો જ્યારે અહીં 11 એપ્રીલે લોકસભા ચૂંટણીનું મતદાન કરાવવામાં આવનાર છે. ત્યારે આ હુમલામાં 1 ધારાસભ્ય અને 5 સિક્યુરિટી ઓફીસરઓ પણ શહીદ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
દેશમાં અત્યાર સુધી કેટલાક મોટા નક્સલવાદી હુમલાઓ
25 મે, 2013 : છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં એક હજાર કરતા વધારે નક્સલવાદીઓએ કોંગ્રેસનાં પરિવર્તન યાત્રા પર હૂમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં કોંગ્રેસ નેતા વિદ્યાચરણ શુક્લ, મહેન્દ્ર કર્મા અને નંદકુમાર પટેલ સહિત 25 લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થઇ ગયા હતા.
6 એપ્રીલ, 2010 : દંતેવાડા જિલ્લામાં ચિતલનાર જંગલમાં નક્સલવાદીઓએ સીઆરપીએફનાં 75 જવાનો સહિત 76 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
4 એપ્રીલ, 2010 : ઓરિસ્સાનાં કોરાટપુટ જિલ્લામાં પોલીસની એક બસ પર હુમલો થયો હતો, વિશેષ કાર્યદળનાં 10 જવાનોનાં મોત નિપજ્યા હતા જેમાં 16 લોકો ઘાયલ થયા હતા.
23 માર્ચ 2010 : બિહારના ગયા જિલ્લામાં રેલવે લાઇન પર વિસ્ફોટ કરીને ભુવનેશ્વર - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પાટા પરથી ઉતારી દીધી હતી. તે દિવસે ઓરિસ્સાની રેલવે પાટા પર હુમલો કરીને હાવડા - મુંબઇ લાઇનને ક્ષતીગ્રસ્ત કરી દેવામાં આવી હતી.
15 ફેબ્રુઆરી, 2010 : પશ્ચિમ બંગાળનાં સિલ્દામાં આશરે 100 નક્સલવાદીઓએ પોલીસ કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં 24 જવાનોની હત્યા કરી, હથિયારો લૂંટી લીધા હતા.
8 ઓક્ટોબર, 2009 : મહારાષ્ટ્રનાં ગઢચિરોલી જિલ્લામાં લાહિડીપોલીસ સ્ટેશન પર હુમલો કરીને 17 પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે