આ તો હવે હિરોઈન બની બાકી પહેલાં આ છોકરીઓ પણ કરતી હતી 9 થી 5 ની નોકરી!

Actresses Who Left Job: એક્ટિંગ પહેલાં 9થી 5 નોકરી કરતી હતી હિરોઈનો, હવે કરે છે કરોડોમાં કમાણી. આજે આ દરેક હિરોઈનો બોલીવુડમાં પોતાનું એક આગવી સ્થાન ધરાવે છે.

આ તો હવે હિરોઈન બની બાકી પહેલાં આ છોકરીઓ પણ કરતી હતી 9 થી 5 ની નોકરી!

Bollywood Actresses Who Quit Job for Acting: બોલિવૂડમાં આજે ઘણી ટોપ એક્ટ્રેસિસ છે જે ગ્લેમર વર્લ્ડનો હિસ્સો બનતા પહેલાં 9 થી 5 જોબ કરતી હતી. પરંતુ પછી તેમણે નોકરીને ટાટા બાય-બાય કહ્યું અને બોલિવૂડનો રસ્તો અપનાવ્યો.

રિપોર્ટર હતી જેકલીન ફર્નાન્ડીઝ-
Jacqueline Fernandez: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની ગણતરી આજે ટોચની અભિનેત્રીઓમાં થાય છે. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, તે પહેલા એક રિપોર્ટર હતી. જેણે સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. પરંતુ જેકલીન ખૂબ જ સુંદર હતી, તેથી તેણે મોડેલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો અને તે તેનું નસીબ ખૂલી ગયું.

સોહા બેંકમાં નોકરી કરતી હતી-
Soha Ali Khan: હા... પટૌડી પરિવારની આ દીકરીએ એક્ટિંગ પહેલા બેંકમાં કામ પણ કર્યું છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવનાર સોહા અલી ખાન હાલમાં ફિલ્મી પડદાથી દૂર છે, પરંતુ તેણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં સશક્ત પાત્રો ભજવ્યા છે.

પરિણીતી પીઆર ટીમમાં કામ કરતી હતી-
Parineeti Chopra:  ઇકોનોમિક્સ ઓનર્સનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલી પરિણીતી ચોપરા ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ અભિનેત્રી બની ન શકી, પરંતુ તે PR ટીમ સાથે કામ કરતી હતી, પછી સદ્ભાગ્યે તેને લેડીઝ વર્સીસ રિકી બહેલમાં કામ કરવાનો મોકો મળ્યો અને તેણે નોકરી છોડી દીધી હતી.

તાપસીએ સારી નોકરી છોડી-
Taapsee Pannu: તાપસી પન્નુ ફિલ્મોમાં તેના અનોખા અને અલગ પાત્રો માટે જાણીતી છે. પરંતુ સોફ્ટવેર એન્જિનિયર તાપસી અગાઉ ખાનગી નોકરી કરી ચૂકી છે. પણ પછી તે કામને લાત મારીને અભિનયમાં નસીબ અજમાવવા આવી અને પહેલા તેને સાઉથમાં કામ મળ્યું.

અમીષા પટેલ તો આકસ્મિક આવી ગયા-
Ameesha Patel: એવું કહેવાય છે કે રાકેશ રોશને જ્યારે તેને કહો ના પ્યાર હૈ ઓફર કરી ત્યારે અમીષા પટેલ એક કંપનીમાં ઈકોનોમિક્સના વિશ્લેષક તરીકે કામ કરતી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી અને તે માત્ર બોલિવૂડમાં જ રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news