Opened New Restaurant: દેશી ગર્લ વિદેશીઓને લગાવશે ભારતીય વાનગીઓનો ચસકો, અહીં ખોલી રેસ્ટોરાં

પ્રિયંકાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાના ફિલ્મી કરિયરને સારા મુકામ પર પહોંચાડ્યું છે. સાથે જે સામાજિક કાર્યો અને પોતાની બુકમાં પણ વ્યસ્ત રહે છે. અને હવે તેણે ન્યૂયૉર્કમાં નવી રેસ્ટોરાં ખોલી છે. જેની જાણકારી સાથે તસવીરો તેણે પોસ્ટ કરી છે.

Opened New Restaurant: દેશી ગર્લ વિદેશીઓને લગાવશે ભારતીય વાનગીઓનો ચસકો, અહીં ખોલી રેસ્ટોરાં

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ન્યૂયૉર્કના લોકોને ભારતીય વાનગીનો સ્વાદ ચખાડવા માટે ખાસ સાહસ કર્યું છે. પ્રિયંકા ચોપરા જોનાસે ન્યૂયૉર્કમાં એક નવી રેસ્ટોરાં ખોલી છે. જેનું નામ તેણે સોના રાખ્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ચાહકોને આ ખુશ ખબર આપ્યા છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાના ફિલ્મી કરિયરને સારા મુકામ પર પહોંચાડ્યું છે. સાથે જે સામાજિ કાર્યો અને પોતાની બુકમાં પણ વ્યસ્ત રહે છે. અને હવે તેણે ન્યૂયૉર્કમાં નવી રેસ્ટોરાં ખોલી છે. જેની જાણકારી સાથે તસવીરો તેણે પોસ્ટ કરી છે.

 

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'હું તમારી સામે SONAને રજૂ કરીને ખૂબ જ ખુશ છું. ન્યૂયૉર્કમાં એક નવું રેસ્ટોરાં જ્યાં મે ભારતીય ભોજન પ્રત્યે મારા પ્રેમને ઉમેર્યો છે. ભારતના ભોજનમાં સ્વાદ અને ફ્લેવર્સ છે SONAમાં. શેફ છે હરી નાયક, જે ખૂબ જ પ્રતિભાશાળી છે, જેમણે સૌથી સ્વાદિષ્ટ અને ઈનોવેટિવ મેન્યૂ તૈયાર કર્યું છે. તમને મારા શાનદાર દેશના ભોજનના સફરમાં લઈ જવા માંગું છું. SONA આ મહિનાના અંત સુધીમાં ખુલી જશે. અને હું તમને ત્યાં જોવાની રાહ નથી જોઈ શકતી. આ પ્રયાસ મારા મિત્રો મનીષ ગોયલ અને ડેવિડ રેબિનના નેતૃત્વ વિના સંભવ ન થયો હોત. આ વિચારને આટલી સ્પષ્ટતાથી સાકાર કરવા માટે અમારા ડિઝાઈનર મેલિસા બોવર્સ અને આખી ટીમને ધન્યવાદ.'

પ્રિયંકાએ રેસ્ટોરાં SONAની ઝલક રજૂ કરતા અન્ય બે તસવીરો પણ શેર કરી છે. બીજી અને ત્રીજી તસવીરમાં તે પૂજા કરતી નજર આવી છે. જેની ડિટેઈલ પણ તેણે શેર કરી છે. તે પોસ્ટમાં આગળ લખે છે- 'બીજી અને ત્રીજી તસવીર સપ્ટેમ્બર 2019માં લેવામાં આવી હતી, જ્યારે અમે આ જગ્યામાં એક નાનકડી પૂજા કરી હતી.'

મહત્વનું છે કે પ્રિયંકા ચોપરા અન્ય બિઝનેસ સાથે પણ જોડાયેલી છે. મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર પ્રિયંકા ફિલ્મોમાં એક્ટિંગ સિવાય પ્રોડક્શન પણ કરે છે. પર્પલ પેબલ્સ પિક્ચર્સના નામથી પ્રિયંકા ચોપરાનું પ્રોડક્શન હાઉસ છે. જેના અંતર્ગત તેણે વેન્ટિલેટર, ધ વ્હાઈટ ટાઈગર જેવી શાનદાર ફિલ્મો બનાવી છે. હાલમાં જ તેણે પોતાના હેરકેર પ્રોડક્ટ એનોમલીને લૉન્ચ કર્યું છે. થોડા દિવસ પહેલા તેણે પોતાની બુક Unfinidhed પણ રિલીઝ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news