કેટરીનાને વેલેન્ટાઈન ડે પર વિક્કી કૌશલે નહીં, આ ખાસ વ્યક્તિએ આપી સ્પેશિયલ ભેટ

વેલેન્ટાઈન ડે પર કેટરીના કેફને વિક્કીએ નહીં પરંતુ કોઈ અન્યએ ગિફ્ટ આપી છે. તેનો પૂરાવો અભિનેત્રીની ઇન્સ્ટા સ્ટોરી છે. 

કેટરીનાને વેલેન્ટાઈન ડે પર વિક્કી કૌશલે નહીં, આ ખાસ વ્યક્તિએ આપી સ્પેશિયલ ભેટ

નવી દિલ્હીઃ કેટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નને બે મહિના થઈ ગયા છે. તેવામાં આ બંને સિતારા હંમેશા એકબીજાની સાથે એરપોર્ટ પર તો ક્યારેક એકબીજા સાથો સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે લગ્ન બાદ પહેલાં 'વેલેન્ટાઈન ડે' પર કેટરીનાને વિક્કી કૌશલ નહીં કોઈ અન્ય વ્યક્તિએ ખાસ ભેટ આપી છે. 

પોસ્ટથી થયો ખુલાસો
કેટરીના કેફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં કેટરીનાએ એક ખાવાની પ્લેટની તસવીર શેર કરી છે. આ તસવીર પર કેટરીનાએ કેપ્શનમાં ખુલાસો કર્યો કે આ ભેટ વિક્કી કૌશલે નહીં પરંતુ કોઈ અન્યએ તેને વેલેન્ટાઈન ડે પર આપી છે. ખાસ વાત છે કે વિક્કી કેટરીના સાથે વેલેન્ડાઈન ડેના એક દિવસ પહેલાં જ લંડનથી મુંબઈ પરત ફર્યો હતો. 

કેટરીનાની ટ્રેનરે આપી ભેટ
આ ડિશ કોઈ અન્યએ નહીં પરંતુ કેટરીનાની જિમ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ તેના માટે ઓર્ડર કરી છે. યાસ્મીનને ટેગ કરતા કેટરીનાએ લખ્યું- આભાર યાસ્મીન કરાચીવાલા મારી હંમેશાવાળી વેલેન્ટાઈન. આ પોસ્ટની સાથે કેટરીનાએ ઉપર કેપ્શનમાં લખ્યું- હેપ્પી વેલેન્ટાઈન ડે.

વેલેન્ટાઈન ડે પર કેટરીનાએ લખ્યો હતો ખાસ મેસેજ
આ સાથે વેલેન્ટાઈન ડે પર કેટરીનાએ વિક્કી કૌશલ માટે ખાસ મેસેજ લખ્યો હતો. કેટરીનાએ વિક્કી કૌશલને ગળે લગાવતી તસવીર શેર કરી હતી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું- બની શકે કે આપણે આ વર્ષે રોમેન્ટિક ડિનર ન કરી શકીએ, પરંતુ તમે મુશ્કેલ ક્ષણોને સારી બનાવો છે અને તે મહત્વ રાખે છે. 

9 ડિસેમ્બરે કર્યાં હતા લગ્ન
કેટરીના અને વિક્કીએ પાછલા વર્ષે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલીવુડના સેલેબ્રિટી અને તેના પરિવારના સભ્યો સામેલ થયા હતા. આ લગ્નને શાહી બનાવવા માટે તમામ વ્યસ્થા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news