TMKOC: એકદમ બદલાઇ ગઇ તારક મહેતાની જૂની 'સોનું', ઓળખવી બની મુશ્કેલ

સબ ટીવીના શો તારક મહેતાના ઉલ્ટા ચશમાની ભાગ રહી ચૂકેલી ભાનુશાળી ઇંસ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ પોસ્ટ કરતી રહે છે હવે તેમણે જે ફોટો શેર કર્યા છે તેમાં નિધિ ઓળખાતી નથી. નાના-નાના વળ, ફંકી લુક અને નાકમાં નથ પહેરી છે. જે ખૂબ અલગ લાગે છે.

TMKOC: એકદમ બદલાઇ ગઇ તારક મહેતાની જૂની 'સોનું', ઓળખવી બની મુશ્કેલ

Nidhi Bhanushali TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા પાત્રો શોને અલવિદા કહી ચૂક્યા છે જેમાંથી એક છે નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali). આ શોમાં ઘણા વર્ષો સુધી નિધિએ આત્મારામ ભિંડે અને માધવી ભિડેની પુત્રીનો રોલ ભજવ્યો હતો અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યો. પરંતુ ઘણા વર્ષો પહેલાં તેમને આ પાત્ર અને શોને છોડી દીધો. જોકે ત્યારબાદથી નિધિ ભાનુશાળી કોઇપણ બીજા પ્રોજેક્ટમાં જોવા મળી નહી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે નિધિ ભાનુશાળીની લેટેસ્ટ તસવીરોને જોઇને તેમને ઓળખવી મુશ્કેલ બની જશે. 

નિધિ ભાનુશાળીએ બદલ્યો પોતાનો લુક
સબ ટીવીના શો તારક મહેતાના ઉલ્ટા ચશમાની ભાગ રહી ચૂકેલી ભાનુશાળી ઇંસ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ પોસ્ટ કરતી રહે છે હવે તેમણે જે ફોટો શેર કર્યા છે તેમાં નિધિ ઓળખાતી નથી. નાના-નાના વળ, ફંકી લુક અને નાકમાં નથ પહેરી છે. જે ખૂબ અલગ લાગે છે. આ ફોટા પર તેમના ફેન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. કોઇ નિધિના લુકની પ્રશંસા કરી રહ્યું છે તો કોઇ તેમના આ અંદાજને જોઇ તેમને અનફોલો કરવાની વાત કરી રહ્યું છે. 

ફરવાની​ શોખીન છે નિધિ ભાનુશાળી
નિધિ ભાનુશાળી ફરવાની શોખીન છે અને આ વાત તેમના ઇંસ્ટાગ્રામથી સાચી સાબિત થાય છે. નિધિને જેવો જ સમય મળે છે તો તે પોતાના મિત્રો સાથે ફરવા નિકળી પડે છે. નિધિને નવી-નવી જગ્યાઓ પર ફરવાનું અને નવા-નવા અનુભવી લેવાનું પસંદ છે. લોકડાઉન બાદ નિધિ પોતાના એક મિત્ર અને Pet ડોગ સાથે પણ લોન્ગ રોડ ટ્રિપ પર નિકળી હતી. જેના ફોટા નિધિએ ઇંસ્ટા પર શેર કરી હતી. આ ઉપરાંત નિધિ પોતાના દરેક વેકેશનની ઝલક બતાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news