Movie Trailer: હિન્દી ફિલ્મ પલટન ઇતિહાસ રચી શકે છે, 12 વર્ષ બાદ દત્તાની ધમાકેદાર એન્ટ્રી
બોલીવુડમાં બોર્ડર અને એલઓસી જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર જેપી દત્તા ફરી એકવાર નવી હિન્દી ફિલ્મ પલટન લઇને આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : બોલીવુડમાં બોર્ડર અને એલઓસી જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર જે પી દત્તા ફરી એકવાર નવી ફિલ્મ પલટન લઇને આવી રહ્યા છે. આ ફિલ્મમાં જેપી દત્તાએ 1967માં થયેલા ભારત અને ચીન વચ્ચેના યુધ્ધને કેન્દ્રમાં રાખ્યું છે. આ ફિલ્મ સાથે 12 વર્ષ બાદ ફરી એકવાર જેપી દત્તાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ફિલ્મનું ટ્રેલર આજે લોન્ચ કરાયું છે જે જોતાં આ ફિલ્મ ઇતિહાસ રચી શકે એમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર ભારતના વડાપ્રધાન જવાહર લાલ નહેરૂના ભાષણ સાથે શરૂ થાય છે અને એ બાદ સ્ટોરી શરૂ થાય છે. બોલીવુડના ઘણા એક્ટર એક સાથે આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. ઉપરાંત ટીવી એક્ટર ગુરમીત ચૌધરી, અર્જુન રામપાલ, સોનૂ સૂદ સહિત હર્ષવર્ધન રાણે, સિધ્ધાર્થ કપૂર અને લવ સિંહા પણ નજર આવે છે.
50 વર્ષ બાદ યુધ્ધની સ્ટોરી
આ ફિલ્મનું ટ્રેલર 3 મિનિટ 11 સેકન્ડનું છે. જેમાં 1962માં ચીન સાથે શરૂ થયેલા જંગને બતાવાયો છે. જેને 1967માં ભારતે ખતમ કર્યો હતો. 50 વર્ષ બાદ આ યુધ્ધ અને જવાનોની બહાદુરી પર ફિલ્મ બનાવાઇ છે.
બોલીવુડના આ ચહેરા દેખાશે
આ ફિલ્મમાં જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનૂ સૂદ સહિત શ્રધ્ધાના ભાઇ સિધ્ધાંત કપૂર પણ આ ફિલ્મમાં નજર આવે છે. સિધ્ધાંતે ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાથી કરી હતી. આ ઉપરાંત સિધ્ધાંત પોતાની બહેન શ્રધ્ધા કપૂર સાથે ફિલ્ હસીના પારકરમાં દાઉદ ઇબ્રાહિમના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં એક્ટર હર્ષવર્ધન રાણે પણ છે. જે સનમ તેરી કસમ ફિલ્મમાં દેખાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે