પ્રિયંકાના ઘરમાં આ યુવતીનો છે તેના જેટલો જ દબદબો, કારણ કે...

હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોલિવૂડની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે ઈશા અંબાણીએ તેના ઘરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. 

પ્રિયંકાના ઘરમાં આ યુવતીનો છે તેના જેટલો જ દબદબો, કારણ કે...

મુંબઈ : હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોલિવૂડની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે ઈશા અંબાણીએ તેના ઘરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનસ અને પરિવાર સાથે હોળી પાર્ટીમાં પહોંચી હતી. શનિવારે પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હોળી પાર્ટી પહેલાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પતિ નિક, મમ્મી મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા જોવા મળે છે. આ તસવીરમાં એક અન્ય ખુબસૂરત કન્યા પણ જોવા મળે છે અને ચર્ચા છે કે આ યુવતી નીલમ ઉપાધ્યાય એક્ટ્રેસ પ્રિયંકાના ભાઈની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ છે.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તસવીરમાં ટર્કોઈશ અને ગોલ્ડ અનારકલી ડ્રેસમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે, નીલમ તેલુગુ અને તમિલ ફિલ્મોની એક્ટ્રેસ છે. હોલી સેલિબ્રેશનમાં વ્હાઈટ અનાકલીમાં પ્રિયંકા સુંદર લાગતી હતી જ્યારે નિકે ટ્રેડિશનલ કુર્તો પહેર્યો હતો. નીલમ અગાઉ પણ એક કાર્યક્રમમાં મધુ ચોપરા અને સિદ્ધાર્થ ચોપરા સાથે જોવા મળી હતી. છેલ્લા થોડા સમયથી નીલમ અને સિદ્ધાર્થની નિકટતા ઘણાંના ભવાં ચડવાનું કારણ બની છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નીલમ અને સિદ્ધાર્થે સગાઈ કરી લીધી હોવાની પણ ચર્ચા હતી. બાદમાં નીલમે સ્પષ્ટતા કરી હતી કે તેણે સિદ્ધાર્થ સાથે સગાઈ કરી નથી અને રિંગ તેણે જમણા હાથમાં પહેરી છે.

ગયા વર્ષે સિદ્ધાર્થના ઈશિતા કુમાર સાથેના લગ્ન ફોક થયા હતા. લગ્નના થોડા જ દિવસ બાકી હતા ત્યારે જ લગ્ન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. એક ઈન્ટરવ્યૂમાં મધુ ચોપરાએ કહ્યું હતું કે, તેમનો દીકરો લગ્ન માટે તૈયાર ન હોવાથી બંધ રાખ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news