ડાયરેક્ટરે કહી દીધું 'કટ', તેમછતાં હીરોઇન માની નહી, Emraan Hashmi ને કરતી રહી KISS

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સિરિયલ કિસરના નામથી ફેમસ છે. તેણે સિલ્વર સ્ક્રીન પર ઘણી અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક સીન કર્યા છે. પરંતુ એકવાર તેની સાથે કંઈક એવું થયું કે તે કિસિંગ સીન દરમિયાન શરમથી લાલ થઈ ગઈ ગયા.

ડાયરેક્ટરે કહી દીધું 'કટ', તેમછતાં હીરોઇન માની નહી, Emraan Hashmi ને કરતી રહી KISS

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સિરિયલ કિસરના નામથી ફેમસ છે. તેણે સિલ્વર સ્ક્રીન પર ઘણી અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક સીન કર્યા છે. પરંતુ એકવાર તેની સાથે કંઈક એવું થયું કે તે કિસિંગ સીન દરમિયાન શરમથી લાલ થઈ ગઈ ગયા. હકીકતમાં, ફિલ્મ 'અઝહર'ના સેટ પર ડાયરેક્ટરના કટ બાદ પણ નરગિસ ફખરીએ તેને કિસ કરવાનું ચાલુ રાખ્યું, ત્યારબાદ તે પણ શોક્ડ થઇ ગયા હતા. 

ઈમરાનને પાંચ વખત કરવી પડી હતી કિસ 
જોકે આ વર્ષ 2016ની વાત છે, જ્યારે ઈમરાન હાશ્મી અને નરગીસ ફખરીની ફિલ્મ 'અઝહર' રીલિઝ થઈ હતી. ફિલ્મના ગીત 'બોલ દો ના જરા'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ગીતનો એક મેકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નરગીસ અને ઈમરાન કિસિંગ સીન વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં નરગીસ ફખરી (Nargis Fakhri) કહે છે, 'મારે ઈમરાનને પાંચ વખત કિસ કરવી પડી હતી અને તેના માટે હું એકસ્ટ્રા ચાર્જ શરૂ કરવાની હતી. કારણ કે મને એવું લાગવા લાગ્યું કે તે મારા કોન્ટ્રાક્ટમાં ન હતું. તે આગળ કહે છે, હું જાણું છું કે ઈમરાન તેને લઇને ખૂબ જ ખુશ હતો, જોકે તેણે એવી એક્ટિંગ કરી કે 'હે ભગવાન, મને ખરેખર ખબર નહોતી કે શું થઈ રહ્યું છે.' તે ખરેખર જૂઠો છે અને તેને તે પસંદ છે'.

કટની બૂમો પાડ્યા બાદ પણ કિસ કરતી રહી નરગિસ
મેકિંગ વીડિયોમાં ઈમરાન (Emraan Hashmi) અને નરગીસ ફખરી (Nargis Fakhri) નો એક કિસિંગ સિક્વન્સ મેકિંગ વીડિયોમાં જોવા મળે છે. ડિરેક્ટર કટ બોલ્યા પછી પણ, નરગીસ ઈમરાનને પકડી રાખે છે અને કિસ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તે એક ક્ષણ માટે ચોંકી જાય છે. તે જ સમયે તેની આસપાસના ક્રૂ મેમ્બર્સ હસવા લાગે છે.

આ પૂર્વ ક્રિકેટરની બાયોપિક હતી આ ફિલ્મ
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'અઝહર' પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની બાયોપિક હતી. તેમાં ઈમરાન હાશ્મી (Emraan Hashmi) એ મોહમ્મદ અઝહરુદ્દીનનો રોલ ભજવ્યો હતો. બીજી તરફ નરગીસ ફખરી (Nargis Fakhri), સંગીતા બિજલાનીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન ટોની ડિસોઝા-એન્થોની ડિસોઝાએ કર્યું હતું. પ્રાચી દેસાઈ પણ આ ફિલ્મનો ભાગ હતી. વર્ષ 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news