રજનીકાંતની 'કાલા' ફસાઈ 101 કરોડ રૂ.ના કાનૂની વિવાદમાં

રજનીકાંતની ફિલ્મ 'કાલા' વિરૂદ્ધ હવે નવો કાનૂની વિવાદ સામે આવ્યો છે

રજનીકાંતની  'કાલા' ફસાઈ 101 કરોડ રૂ.ના કાનૂની વિવાદમાં

મુંબઈ : રજનીકાંતની ફિલ્મ 'કાલા' વિરૂદ્ધ હવે નવો કાનૂની વિવાદ સામે આ્વ્યો છે. મુંબઈના એક જર્નાલિસ્ટે ફિલ્મ નિર્માતાઓ વિરૂદ્ધ માનહાનિની ફરિયાદ કરી છે. જવાહર નડારે દાવો કર્યો છે કે ફિલ્મમાં રજનીકાંત જે રોલને ભજવી રહ્યો છે એ રિયલ લાઇફમાં તેના પિતા થિયાવિયમ નડારનું જ પાત્રાલેખન છે. 

જવાહરનો આરોપ છે કે ફિલ્મમાં તેના પિતાના પાત્રને નેગેટિવ દેખાડવામાં આવ્યું છે. આ મામલે તેણે વકીલ મારફતે માનહાનિની ફરિયાદ કરી છે. ત્રણ પાનાની ફરિયાદમાં 'કાલા'ના નિર્માતાઓ પાસે લેખિત માફીની ડિમાન્ડની સાથેસાથે 101 કરોડ રૂ.ના વળતરની પણ માગણી કરવામાં આવી છે. 7 જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં રજનીકાંત એક ગેન્ગસ્ટરનો રોલ ભજવી રહ્યો છે અને ફિલ્મ રિલીઝ પહેલાં જ અનેક વિવાદોમાં ફસાઈ છે. 

રજનીકાંતની આ ફિલ્મ 7 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે KFCCએ કર્ણાટક રાજ્યમાં ફિ્લ્મને પ્રતિબંધિત કરી છે. 10 ગ્રૂપોએ કન્નડ ફિલ્મ કાઉન્સિલથી ફિલ્મને પ્રતિબંધ કરવાની માંગ કરી છે કેમ કે કાવેરી મામલે રજનીકાંતના નિવેદનોથી તેઓ અસંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, રજનીકાંતની ગત ફિલ્મ કબાલીએ કર્ણાટકમાંથી 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો 'કાલા' કર્ણાટકમાં રિલીઝ નહિ થાય તો ફિલ્મના બિઝનેસ પર ખરાબ અસર થશે. રજનીકાંતની આ ફિલ્મને તેનો જમાઈ ધનુષ પ્રોડ્યુસ કરી રહ્યો છે અને ફિલ્મમાં હુમા કુરેશી તેમજ નાના પાટેકર પણ મહત્વના રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news