જોરદાર છે મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટરનો મેકિંગ વીડિયો, સ્પર્શ કરી જશે દિલને

બોલિવૂડમાં નવાનવા વિષયો પર ફિલ્મ બની રહી છે. આવી જ એક ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે

જોરદાર છે મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટરનો મેકિંગ વીડિયો, સ્પર્શ કરી જશે દિલને

મુંબઈ : બોલિવૂડમાં નવાનવા વિષયો પર ફિલ્મ બની રહી છે. આવી જ એક ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ છે રાકેશ ઓમપ્રકાશ મહેરાના ડિરેક્શનમાં બનેલી મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર. આ ફિલ્મનું ટ્રેલર જોઈને અહેસાસ થાય છે કે આ ફિલ્મ મુંબઈના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોની છે. આ ફિલ્મની વાર્તા અને ટ્રેલરને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા મળી રહી છે. 

હાલમાં આ ફિલ્મના મેકર્સે ફિલ્મના મેકિંગનો વીડિયો રિલીઝ કર્યો છે જેમાં ખંડોબા સ્લમમાં 8 વર્ષના કાન્હુની રોમાંચક યાત્રાને દર્શાવવામાં આવ્યો છે. આ સ્લમમાં ફિલ્મના શૂટિંગની રોમાંચક સફરને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટરની સંપૂર્ણ ટીમના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.

ફિલ્મનાં ટ્રેલરમાં આઠ વર્ષના કન્હૈયા નામના એક બાળકને બતાવવામાં આવ્યો છે જે મુંબઇમાં પોતાની માતા સાથે રહે છે. પરંતુ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે આ વચ્ચે જ તેની માતા દુષ્કર્મનો ભોગ બને છે. જે બાદ બાળક તેની માતા સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ માટે વડાપ્રધાનને પત્ર લખે છે. આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ અંજલિ પાટિલ, મકરંદ દેશપાંડે, રસિતા અગાશે, સોનિયા અલબિઝૂરી તેમજ નચિકેત પૂર્ણપત્ર જોવા મળશે. ફિલ્મ 15 માર્ચ 2019ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.

એક ચર્ચા હતી કે આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દર્શાવવામાં આવશે પણ ડિરેક્ટરે આ અફવા પર પુર્ણવિરામ મુકી દીધું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કહ્યું છે કે હું પીએમ માટે કોઈ સ્પેશિયલ સ્ક્રિનિંગ નથી રાખવાનો. તેઓ દેશ માટે કામ કરી રહ્યા છે અને બહુ વ્યસ્ત રહે છે. તેમના ત્રણ કલાક બહુ અગત્યના છે.  જો તેઓ ઇચ્છે તો ફિલ્મ જોઈ શકે છે પણ હું તેમના માટે કોઈ સ્પેશિયલ સ્ક્રિનિંગ નથી રાખવાનો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news