She-Hulk: Attorney at Law Trailer: MCU એ રીલિઝ કર્યું 'શી-હલ્ક'નું ટ્રેલર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો સીરિઝ

She-Hulk: Attorney at Law Trailer: માર્વેલની આગામી શો 'શી-હલ્ક: અટોર્ની એટ લો'નું એક નવું ટ્રેલર કોમિક-કોન 2022 દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે. તેને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 17 ઓગસ્ટથી સ્ટ્રીમ કરવામાં આવશે.

She-Hulk: Attorney at Law Trailer: MCU એ રીલિઝ કર્યું 'શી-હલ્ક'નું ટ્રેલર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો સીરિઝ

She-Hulk: Attorney at Law Trailer: માર્વેલની આગામી શો 'શી-હલ્ક: અટોર્ની એટ લો'નું એક નવું ટ્રેલર કોમિક-કોન 2022 દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે. તેને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 17 ઓગસ્ટથી સ્ટ્રીમ કરવામાં આવશે. તેમાં ચાર્લી કોક્સના કેટલાક નવા ડેરડેવિલ કેરેક્ટર્સને દખાળવામાં આવ્યા છે. જેને પ્રોમોમાં કેમિયો કરતા જોવામાં આવ્યા છે.

ટ્રેલરમાં તાતિયાના મસ્લાનીને પિતરાઈ બ્રુસ બેનર દ્વારા સુપરહીરો બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. માર્વેલ સિનેમેટિક યૂનિવર્સનો આ શો મસ્લાનીની જેનિફર વોલ્ટર્સની આસપાસ ફરશે. જેને ભૂલથી સૂપરપાવર આપ્યા છતાં એક વકીલ તરીકે એક સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન કરી રહી છે.

શોના કાસ્ટ
શોના કલાકારોની વાત કરવામાં આવે તો તેમાં માર્ક રફાલો હલ્કના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ટિમ રોથ, એમિલ બ્લોંસ્કી/ ધ એબોમિનેશનના રૂપમાં જોવા મળશે. આ ઉપરાંત તેના કાસ્ટમાં ટિમ રોથ, વોંગ તરીકે બેનેડિક્ટ વોંગ, જીંજર ગોન્ઝાગા, જોશ સેગરા, જમીલા જમીલ, જોન બાસ અને રેની એલિસ ગોલ્ડ્સબેરીનો સમાવેશ થાય છે. માર્વેલની મિસ માર્વેલની પહેલી સીઝન થયા બાદ હવે 17 ઓગસ્ટથી શી હલ્કનું પ્રીમિયર કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંક સમયમાં કોક્સની સીરિઝ પણ પાઈપ લાઈનમાં છે જે કૂલ 18 એપિસોડ્સ સાથે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news