માન્યતા દત્તે શેર કર્યા સફળ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના રહસ્યો
એક સાથે આટલી જવાબદારીઓ પૂરી કરવા અંગે વાત કરતા માન્યતાએ કહ્યું,’અંગત રીતે હું એવું માનું છું કે જો તમને તમારુ કામ ગમે છે, તો કામનું દબાણ એક રોમાંચક પડકાર બની જાય છે. જેનાથી તમારો પણ વિકાસ થાય છે.’ આ અંગે વધુ વાત કરતા માન્યતાએ કહ્યું,’મને ફિલ્મો ગમે છે, મને પ્રોડ્યુસર બનવું પસંદ છે.
Trending Photos
નવી દિલ્હી: માન્યતા દત્ત અંગત જિંદગીમાં એક સાથે ઘણી જવાબદારીઓ નિભાવે છે, એટલું જ નહીં પોતાની તમામ જવાબદારી યોગ્ય રીતે પૂરી પણ કરે છે. માન્યતા દત્ત એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. માન્યતા પોતાના પતિ સંજય દત્તનું પ્રોડક્શન હાઉસ પણ સંભાળે છે. અને એક પત્ની હોવાની સાથે સાથે બે બાળકોની માતા તેમજ એક એવી બિઝનેસ વુમન છે, જે દર્શકોના મનોરંજન માટે ક્વોલિટી કન્ટેન્ટ આપે છે. કહી શકાય કે તે પૂરી સફળતાથી આ તમામ જવાબદારી પૂરી કરે છે.
એક સાથે આટલી જવાબદારીઓ પૂરી કરવા અંગે વાત કરતા માન્યતાએ કહ્યું,’અંગત રીતે હું એવું માનું છું કે જો તમને તમારુ કામ ગમે છે, તો કામનું દબાણ એક રોમાંચક પડકાર બની જાય છે. જેનાથી તમારો પણ વિકાસ થાય છે.’ આ અંગે વધુ વાત કરતા માન્યતાએ કહ્યું,’મને ફિલ્મો ગમે છે, મને પ્રોડ્યુસર બનવું પસંદ છે. એટલે જ એક અસ્થિર કામ હોવા છતાંય હું અહીં છું. આ ઉપરાંત હું જીવનને આદ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઉ છું. બધુ માત્ર ક્ષણિક છે, અને હું પરિસ્થિતિને અનુકૂળ થઈને કામ કરવામાં માનું છું.’
એક સફળ પ્રોડ્યુસર એવી માન્યતાને લખવાનો પણ ખૂબ જ શોખ છે. માન્યતાના પ્રોડક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ‘બાબા’ ગોલ્ડન ગ્લોબ માટે વિદેશી ભાષાની શ્રેણીમાં પસંદ થઈ છે. તો તેમના પ્રોડક્શનમાં બનેલી હિન્દી ફિલ્મ ‘પ્રસ્થાનમ’ના પણ સ્ટોરીને લઈ ખૂબ જ વખાણ થયા હતા. એક બાદ એક સારી સ્ક્રીપ્ટ સાથેની ફિલ્મો આપનાર માન્યતા, પોતાના બાળકો અને પરિવારને સાચવવાની સાથે સાથે પોતાના અપકમિંગ પ્રોજેક્ટને લઈને પણ તૈયાર છે. તે ટૂંક સમયમાં જ નવી જાહેરાત કરીને દર્શકોને આશ્ચર્યચકિત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે