રુંવાડા ઉભા કરી દેશે કંગનાની ‘મણિકર્ણિકા’નું ટીઝર, ઝાંસીની રાણીના રૂપમાં લાગી શાનદાર

2 મિનીટના આ ટીઝરમાં કંગનાનો એવો રૂપ દેખાય છે, જેની તમે કલ્પના પણ કરી નથી શક્તા. કેમ કે, આ વખતે કંગના રોમેન્ટિક ફિલ્મોથી હટીને એક્સપરિમેન્ટલ ફિલ્મોમાં દેખાઈ રહી છે, જે લોકોને ગમ્યું છે. 

રુંવાડા ઉભા કરી દેશે કંગનાની ‘મણિકર્ણિકા’નું ટીઝર, ઝાંસીની રાણીના રૂપમાં લાગી શાનદાર

નવી દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની સૌથી ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી’ની ચર્ચા સતત વધી રહી છે. કંગનાના સુંદર લૂકથી લીને ફિલ્મની સ્ટારકાસ્ટ સુધી અનેક કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે મંગળવારે આ ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. મણિકર્ણિકાનું ટીઝર લોન્ચ થતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. 2 મિનીટના આ ટીઝરમાં કંગનાનો એવો રૂપ દેખાય છે, જેની તમે કલ્પના પણ કરી નથી શક્તા. કેમ કે, આ વખતે કંગના રોમેન્ટિક ફિલ્મોથી હટીને એક્સપરિમેન્ટલ ફિલ્મોમાં દેખાઈ રહી છે, જે લોકોને ગમ્યું છે. 

ઝાંસીની રાણી બની કંગના
‘મણિકર્ણિકા - ધ ક્વીન ઓફ ઝાંસી’ની કહાની ભારતની આઝાદીની લડાઈની કહાની છે, જે 1857માં લડાઈ હતી. રાણી લક્ષ્મીબાઈનું દમદાર પાત્ર કંગનાએ ભજવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ જગરલૂમડીએ કર્યું છે. ફિલ્મ નિર્માતાઓના અનુસાર, આ ફિલ્મની ટીઝરના રિલીઝ માટે ગાંધી જયંતીનો દિવસ પસંદ કરાયો હતો. દેશની આઝાદી માટે લડી રહેલા યોદ્ધાઓને ટ્રિબ્યુટ આપવા માટે આનાથી બીજો ઉત્તમ દિવસ કોઈ હોઈ ન શકે. આ જ કારણે આજે 2 ઓક્ટોબરે ટીઝર રિલીઝ કરાયું છે. 

હાલમાં જ, સ્ટુડિયોના સીઈઓ શારીકે કહ્યું કે, ‘મણિકર્ણિકા’ દેશની એ રાણીની દાસ્તાન છે, જેની સફર બહુ જ અસાધારણ રહી હતી. દેશને આઝાદી અપાવવાની રાહ પર નીકળી પડેલી રાણી લક્ષ્મીબાઈના ત્યાગ અને સમર્પણની આ કહાની છે. ગાંધી જયંતીના અવસર પર આ ટીઝર રિલીઝ કરવું અમારા સૌભાગ્યની વાત છે. ફિલ્મ ‘મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી’ 25 જાન્યુઆરીના રોજ મલ્ટિપ્લેક્સિસમાં રિલીઝ થશે. જેને કમલ જૈન અને ઝી સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news